માહિતી અને પ્રસારણ મંત્રાલય
WAVES Bazaar એ ક્રિએટિવ પ્રોફેશનલ્સ માટે વાર્ષિક ક્ષમતા-નિર્માણ વેબિનાર કાર્યક્રમ રજૂ કર્યો
ભારતના સર્જકો માટે જ્ઞાન વધારવા અને વૈશ્વિક બજારની સજ્જતા કેળવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષભર ઉદ્યોગલક્ષી વેબિનાર્સ યોજાશે
प्रविष्टि तिथि:
08 JAN 2026 4:40PM
|
Location:
PIB Ahmedabad
તેના સફળ લોન્ચિંગના આધારે, WAVES Bazaar ઉદ્યોગ-આધારિત વેબિનાર્સ અને માસ્ટરક્લાસની એક માળખાગત શ્રેણી શરૂ કરીને વર્ષભર ચાલતા જોડાણ કેન્દ્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે. આ પહેલ ભારતના ફિલ્મ, સંગીત, એનિમેશન અને ગેમિંગ ક્ષેત્રોમાં વ્યાવસાયિક ક્ષમતાને મજબૂત કરવા માટે બનાવવામાં આવી છે.
નવા શૈક્ષણિક કાર્યક્રમો
આગામી કાર્યક્રમ ક્રિએટર્સ, સ્ટુડિયો અને સ્ટાર્ટ-અપ્સને સ્થાપિત ઉદ્યોગ વ્યાવસાયિકો સાથે સીધો સંપર્ક પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ધ્યાનના મુખ્ય ક્ષેત્રોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- પ્રેક્ટિકલ કન્ટેન્ટ ક્રિએશન: પ્રોડક્શન અને ક્રિએટિવિટી વર્કફ્લો વિશે સમજ.
- મોનેટાઈઝેશન અને IP: બૌદ્ધિક સંપદાઅને આવક નિર્માણ માટેની વ્યૂહરચનાઓ.
- વૈશ્વિક પહોંચ: આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે બજારની સજ્જતા અને ડિજિટલ ઇકોસિસ્ટમ્સ.
આ ઇન્ટરેક્ટિવ ઓનલાઇન સત્રોમાં સમર્પિત Q&A (પ્રશ્નોત્તરી) વિભાગો હશે, જે સુનિશ્ચિત કરશે કે સ્વતંત્ર વ્યાવસાયિકો અને સાહસિકો વાસ્તવિક જ્ઞાનના વિનિમયની સુવિધા માટે નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરી શકે.
હવે, તેને વર્ષભરના જોડાણ પ્લેટફોર્મ બનાવવા માટે, WAVES Bazaar આખા વર્ષ દરમિયાન ઉદ્યોગ-આધારિત વેબિનાર્સ અને માસ્ટરક્લાસની માળખાગત શ્રેણીનું સંચાલન કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતના ફિલ્મ, સંગીત, એનિમેશન અને ગેમિંગ ક્ષેત્રોમાં વ્યાવસાયિક ક્ષમતાને મજબૂત કરવાનો છે. આ કાર્યક્રમ સ્થાપિત ઉદ્યોગ વ્યાવસાયિકો સાથે સીધા જોડાણ દ્વારા જ્ઞાન વિનિમય, વૈશ્વિક બજારની સજ્જતા અને ક્ષેત્ર-વિશિષ્ટ આંતરદૃષ્ટિની સુવિધા આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
વેબિનાર કાર્યક્રમ સર્જનાત્મક સાહસિકતા, વૈશ્વિક સહયોગ અને ઇકોસિસ્ટમ વિકાસને ટેકો આપવા માટે WAVES Bazaar ના વ્યાપક આદેશનો એક ભાગ છે.
સહભાગીઓને ક્ષેત્ર-સંબંધિત માહિતીથી સજ્જ કરીને, આ પહેલ સર્જનાત્મક અને ડિજિટલ ઇકોસિસ્ટમ્સમાં માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે. તે ફિલ્મ, સંગીત અને ગેમિંગ ક્ષેત્રોમાં સતત, માળખાગત જોડાણને પણ સક્ષમ કરે છે, જે સહયોગ, ક્ષમતા નિર્માણ અને લાંબા ગાળાના ઇકોસિસ્ટમ વિકાસને પ્રોત્સાહન આપે છે.
સત્રો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી તમામ સહભાગીઓને WAVES Bazaar તરફથી ભાગીદારીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.

વેબિનાર શિડ્યુલ
જાન્યુઆરી 2026માં, WAVES Bazaar સર્જનાત્મક ક્ષેત્રમાં વૈશ્વિક બજાર પ્રવેશ અને બૌદ્ધિક સંપદા પર ધ્યાન કેન્દ્રિત કરતા બે પુષ્ટિ થયેલ ઉદ્યોગ-આધારિત વેબિનાર્સનું આયોજન કરશે.
- 15 જાન્યુઆરીના રોજ, એકેડેમી એવોર્ડ વિજેતા નિર્માતા ગુનીત મોંગા 'Taking India to the International Market' શીર્ષક હેઠળ ફિલ્મ-કેન્દ્રિત સત્રનું નેતૃત્વ કરશે.
- આ પછી 22 જાન્યુઆરી ના રોજ સંગીત ક્ષેત્રનો વેબિનાર 'Intellectual Property Rights Protection in the Digital Music World' પર યોજાશે, જેનું નેતૃત્વ AI-આધારિત સંગીત લાયસન્સિંગ પ્લેટફોર્મ 'Hoopr' ના સ્થાપક ગૌરવ ડાગાંવકર કરશે.


ફેબ્રુઆરી 2026માં, WAVES Bazaar ફિલ્મ, ગેમિંગ, એનિમેશન અને પ્લેટફોર્મ સક્ષમતા પર ઓનલાઇન સત્રોની શ્રેણીનું આયોજન કરશે. આ કાર્યક્રમમાં સ્ક્રીનપ્લે ડેવલપમેન્ટ અને સ્ટોરીટેલિંગ, વૈશ્વિક ગેમ પબ્લિશર્સની અપેક્ષાઓ, વૈશ્વિક પ્રેક્ષકો માટે ભારતીય પૌરાણિક કથાઓનું પેકેજિંગ, એનિમેશનમાં ડિઝાઇનનો વ્યવસાય, અને WAVES Bazaar પોર્ટલ તથા વ્યુઈંગ રૂમ્સના ઉપયોગ વિશે આવરી લેવામાં આવશે.
માર્ચ 2026ના શિડ્યુલમાં મુખ્ય બજાર અને વૃદ્ધિની થીમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સત્રોમાં ભારતીય ગેમિંગ ઇકોસિસ્ટમમાં મોનેટાઈઝેશન, ચુસ્ત રોકાણના વાતાવરણમાં ભંડોળના પડકારો, YouTube જેવા પ્લેટફોર્મ્સ પર સંગીત રોયલ્ટી અને ડિજિટલ વિતરણ અને ભારતમાં PC ગેમિંગના પુનરુત્થાન વિશે ચર્ચા કરવામાં આવશે.
આ સત્રો વ્યાપક, વર્ષભરના જ્ઞાન કાર્યક્રમનો ભાગ છે, જેમાં બજાર પ્રવેશ, મોનેટાઈઝેશન, ટેકનોલોજી અને વૈશ્વિક સહયોગને સંબોધવા માટે ફિલ્મ, સંગીત, ગેમિંગ અને ઉભરતા મીડિયામાં વધુ વેબિનાર્સ આયોજિત છે.

કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા 27 જાન્યુઆરી 2025ના રોજ નેશનલ મીડિયા સેન્ટર ખાતે લોન્ચ કરવામાં આવેલ WAVES Bazaar મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્ર માટેનું એક અગ્રણી વૈશ્વિક માર્કેટપ્લેસ છે.
આ પ્લેટફોર્મ ટેલિવિઝન, ગેમિંગ, એડવર્ટાઈઝિંગ, XR અને સંલગ્ન ક્ષેત્રોના હિતધારકો માટે કેન્દ્રીય હબ તરીકે સેવા આપે છે. તેની શરૂઆતથી, પ્લેટફોર્મે નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે:
- 5,000થી વધુ નોંધાયેલા ખરીદદારો અને એટલી જ સંખ્યામાં વેચનાર.
- મલ્ટિપલ વર્ટિકલ્સમાં 1,900 થી વધુ સક્રિય પ્રોજેક્ટ્સ.
SM/BS/GP/JD
रिलीज़ आईडी:
2212489
| Visitor Counter:
15