પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાગરિકોને રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે પિપ્રહવા અવશેષોના દર્શન કરવા આહ્વાન કર્યું
પિપ્રહવા અવશેષોનું પ્રદર્શન ભગવાન બુદ્ધના ઉમદા વિચારોને વધુ લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે: PM
प्रविष्टि तिथि:
02 JAN 2026 6:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11 વાગ્યે રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” શીર્ષક હેઠળ પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રીએ આજે સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મ પ્રત્યે રુચિ ધરાવતા તમામ લોકોને પ્રદર્શનની મુલાકાત લેવા અને પિપ્રહવાના પવિત્ર વારસાનો અનુભવ કરવા આહ્વાન કર્યું હતું.
PMએ નોંધ્યું હતું કે આ પ્રદર્શન એક સદી કરતા પણ વધુ સમય પછી પરત લાવવામાં આવેલા પિપ્રહવા અવશેષોને એકસાથે લાવે છે. તે રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી અને ભારતીય સંગ્રહાલય, કોલકાતાના સંગ્રહમાં સચવાયેલા પિપ્રહવાના અધિકૃત અવશેષો અને પુરાતત્વીય સામગ્રીને પણ એકસાથે લાવે છે.
X પર અલગ-અલગ પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે:
“આવતીકાલે, 3 જાન્યુઆરી, ઇતિહાસ, સંસ્કૃતિ અને ભગવાન બુદ્ધના આદર્શો પ્રત્યે રુચિ ધરાવતા લોકો માટે ખૂબ જ વિશેષ દિવસ છે. સવારે 11 વાગ્યે, દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, ‘ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રદર્શન નીચેની બાબતોને એકસાથે લાવે છે:
એક સદી કરતા પણ વધુ સમય પછી પરત લાવવામાં આવેલા પિપ્રહવા અવશેષો.
પિપ્રહવાના અધિકૃત અવશેષો અને પુરાતત્વીય સામગ્રી જે રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી અને ભારતીય સંગ્રહાલય, કોલકાતાના સંગ્રહમાં સચવાયેલા છે.”
“આ પ્રદર્શન ભગવાન બુદ્ધના ઉમદા વિચારોને વધુ લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. તે આપણા યુવાનો અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ વચ્ચેના બંધનને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ પણ છે. હું એ દરેક વ્યક્તિની પ્રશંસા કરવા માંગુ છું જેમણે આ અવશેષોને પરત લાવવા માટે કામ કર્યું છે.”
“દિલ્હીમાં પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની આ ઝલક છે. હું સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મ પ્રત્યે રુચિ ધરાવતા તમામ લોકોને આ પ્રદર્શનમાં આવવા માટે અપીલ કરું છું.”
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2210902)
आगंतुक पटल : 10