ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની 'પ્રાણ પ્રતિષ્ઠા'ની બીજી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
બે વર્ષ પહેલાં, આ જ પવિત્ર તિથિએ 500 વર્ષની રાહનો અંત આવ્યો હતો અને પીએમ મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની 'પ્રાણ પ્રતિષ્ઠા' કરી હતી
ભગવાન શ્રી રામના આદર્શો અને જીવન મૂલ્યોની પુનઃસ્થાપનાનું પ્રતીક એવું આ મંદિર, ધર્મ રક્ષા માટેના સંઘર્ષ, સાંસ્કૃતિક સ્વાભિમાનના હેતુ માટે બલિદાન અને વારસાના જાળવણી માટેના સમર્પણ માટે પ્રેરણાનો અતુલ્ય સ્ત્રોત બની રહેશે
આ પવિત્ર અવસરે, હું શ્રી રામ જન્મભૂમિ આંદોલનના તમામ શહીદોને મારા આદરપૂર્વક નમન કરું છું
प्रविष्टि तिथि:
31 DEC 2025 5:00PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની 'પ્રાણ પ્રતિષ્ઠા'ની બીજી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું, "જય શ્રી રામ! આ અત્યંત પવિત્ર તિથિએ, બે વર્ષ પહેલાં 500 વર્ષની રાહનો અંત આવ્યો હતો અને શ્રી મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની 'પ્રાણ પ્રતિષ્ઠા' કરી હતી. 'પ્રાણ પ્રતિષ્ઠા'ની બીજી વર્ષગાંઠ નિમિત્તે દરેકને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામના આદર્શો અને જીવન મૂલ્યોની પુનઃસ્થાપનાનું પ્રતીક એવું આ મંદિર, ધર્મની રક્ષા માટેના સંઘર્ષ, સાંસ્કૃતિક સ્વાભિમાનના હેતુ માટે બલિદાન અને વારસાના જાળવણી માટેના સમર્પણ માટે પ્રેરણાનો અતુલ્ય સ્ત્રોત બની રહેશે. આ પવિત્ર અવસરે, હું શ્રી રામ જન્મભૂમિ આંદોલનના તમામ શહીદોને મારા આદરપૂર્વક નમન કરું છું."
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2210228)
आगंतुक पटल : 8