પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
30 DEC 2025 9:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઢાકામાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને BNP અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"ઢાકામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને BNP અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના નિધન વિશે જાણીને ખૂબ દુઃખ થયું.
તેમના પરિવાર અને બાંગ્લાદેશના તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના. ભગવાન તેમના પરિવારને આ દુ:ખ નુકસાન સહન કરવાની શક્તિ આપે.
બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે, બાંગ્લાદેશના વિકાસ તેમજ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હંમેશા યાદ રહેશે.
હું 2015માં ઢાકામાં તેમની સાથેની મારી ઉષ્માભરી મુલાકાતને પ્રેમથી યાદ કરું છું. અમને આશા છે કે તેમનું વિઝન અને વારસો આપણી ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે.
તેમના આત્માને શાંતિ મળે."
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2209680)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam