રાષ્ટ્રપતિ સચિવાલય
નાતાલની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભકામનાઓ
प्रविष्टि तिथि:
24 DEC 2025 5:12PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નાતાલની પૂર્વ સંધ્યાએ તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
એક સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, “નાતાલના આ પવિત્ર અવસરે, હું તમામ નાગરિકોને, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના ભાઈઓ અને બહેનોને મારી હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.
નાતાલ, જે આનંદ અને ઉત્સાહનો તહેવાર છે, તે પ્રેમ અને કરુણાનો સંદેશ આપે છે. તે આપણને માનવતાના કલ્યાણ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે. આ પવિત્ર પ્રસંગ આપણને સમાજમાં શાંતિ, સંવાદિતા, સમાનતા અને સેવાના મૂલ્યોને વધુ મજબૂત કરવા માટે પ્રેરણા આપે છે.
ચાલો, આપણે ઈસુ ખ્રિસ્ત દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ અને એવા સમાજનું નિર્માણ કરવા તરફ કાર્ય કરીએ જે દયા અને પરસ્પર સુમેળને પ્રોત્સાહન આપે.”
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે મહેરબાની કરીને અહીં ક્લિક કરો-
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2208195)
आगंतुक पटल : 15