માહિતી અને પ્રસારણ મંત્રાલય
PIB ફેક્ટ ચેક યુનિટ જનતાને સરકાર સંબંધિત શંકાસ્પદ ખોટા સમાચાર 8799711259 પર શેર કરવા આમંત્રણ આપે છે
યુનિટ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અધિકૃત માહિતી જનતા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે
प्रविष्टि तिथि:
19 DEC 2025 8:00PM by PIB Ahmedabad
ભારત સરકારને લગતા ખોટા સમાચાર અને ખોટી માહિતીના પ્રસારને રોકવાના ઉદ્દેશ્ય સાથે નવેમ્બર, 2019માં માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો હેઠળ ફેક્ટ ચેક યુનિટ (FCU) ની સ્થાપના કરવામાં આવી છે.
ભારત સરકારને લગતી બાબતો પર ફરતા સમાચાર/માહિતી અંગેની કોઈપણ ફરિયાદ/ફેક્ટ ચેક વિનંતીઓ વોટ્સએપ (WhatsApp) હોટલાઇન- +918799711259, ઇમેઇલ ID- factcheck@pib.gov.in અને PIB ફેક્ટ ચેક યુનિટની વેબસાઇટ - https://factcheck.pib.gov.in પર મોકલી શકાય છે.
PIBનું ફેક્ટ ચેક યુનિટ રિપોર્ટ કરેલા સમાચાર/સામગ્રીની નીચે મુજબ ચકાસણી કરે છે:
PIB ફેક્ટ ચેક યુનિટ ફેક્ટ ચેકિંગ પર સુઓ-મોટો (સ્વયં સંજ્ઞાન) લે છે તેમજ તેની વેબસાઇટ અથવા વોટ્સએપ હોટલાઇન પર ફરિયાદો પ્રાપ્ત કરે છે.
યુનિટ પ્રાપ્ત થયેલી માહિતી ફેક્ટ ચેક યુનિટના કાર્યક્ષેત્રમાં આવે છે કે કેમ તે સુનિશ્ચિત કર્યા પછી તેને અલગ કરે છે.
અધિકૃત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત માહિતીની પ્રમાણિકતા ચકાસ્યા પછી, ફેક્ટ ચેક યુનિટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસાર માટે યોગ્ય સર્જનાત્મક સામગ્રી દ્વારા જાગૃતિ લાવવા માટે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન (IEC) વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે.
FCU ફેક્ટ ચેક કરેલી અને સાચી માહિતી તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરે છે.
PIB ફેક્ટ ચેક યુનિટ (FCU) ભારત સરકારને લગતી ઓનલાઇન સામગ્રીના નિરીક્ષણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, PIB ફેક્ટ ચેક યુનિટે ખોટા દાવાઓનું તાત્કાલિક ફેક્ટ-ચેકિંગ કરીને, અધિકૃત માહિતી પૂરી પાડીને અને ચોક્કસ જાહેર સંચાર સુનિશ્ચિત કરીને ઓનલાઇન ફરતી ખોટી માહિતી અને પ્રતિકૂળ નેરેટિવ્સનો સક્રિયપણે સામનો કર્યો હતો, જેનાથી ભ્રામક અને ભારત વિરોધી નેરેટિવ્સના ફેલાવાને રોકવામાં મદદ મળી હતી.
માહિતી અને પ્રસારણ તથા સંસદીય કાર્ય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને આજે રાજ્યસભામાં શ્રી સુજીત કુમાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી રજૂ કરી હતી.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2206817)
आगंतुक पटल : 15