પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય સ્ક્વોશ ટીમને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
15 DEC 2025 10:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સ્ક્વોશ ટીમને SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025માં પોતાનો પહેલો વર્લ્ડ કપ ટાઇટલ જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ જોશના ચિનપ્પા, અભય સિંહ, વેલાવન સેન્થિલ કુમાર અને અનાહત સિંહના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે તેમના સમર્પણ, શિસ્ત અને દૃઢ નિશ્ચયથી દેશને ખૂબ ગર્વ થયો છે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ વૈશ્વિક મંચ પર ભારતીય રમતગમતની વધતી જતી શક્તિ દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિજય દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે અને ભારતના યુવાનોમાં સ્ક્વોશની લોકપ્રિયતામાં વધારો કરશે.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"ભારતીય સ્ક્વોશ ટીમને ઇતિહાસ રચવા અને SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025માં તેમનો પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ જીતવા બદલ અભિનંદન!
જોશના ચિનપ્પા, અભય સિંહ, વેલાવન સેન્થિલ કુમાર અને અનાહત સિંહે જબરદસ્ત સમર્પણ અને દૃઢ નિશ્ચય દર્શાવ્યો છે. તેમની સફળતાએ સમગ્ર રાષ્ટ્રને ગર્વ અપાવ્યો છે. આ જીત આપણા યુવાનોમાં સ્ક્વોશની લોકપ્રિયતામાં પણ વધારો કરશે.
@joshnachinappa
@abhaysinghk98
@Anahat_Singh13”
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2203921)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam