પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી


પીએમએ ભયાનક ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 14 DEC 2025 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહ (Hanukkah)ના પ્રથમ દિવસની ઉજવણી કરી રહેલા લોકોને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે.

આ દુ:ખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતાં શ્રી મોદીએ ભારતના લોકો વતી પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દુ:ખની આ ઘડીમાં ભારત ઓસ્ટ્રેલિયાના લોકો સાથે સંપૂર્ણ એકતામાં ઊભું છે.

આ મુદ્દે ભારતના અડગ વલણનો પુનરોચ્ચાર કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે અને આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામેની વૈશ્વિક લડાઈને દૃઢપણે સમર્થન આપે છે.

X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

"યહૂદી તહેવાર હનુક્કાહના પ્રથમ દિવસની ઉજવણી કરી રહેલા લોકોને લક્ષ્ય બનાવીને આજે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર કરવામાં આવેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. ભારતના લોકો વતી, હું પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. દુઃખની આ ઘડીમાં અમે ઓસ્ટ્રેલિયાના લોકો સાથે એકતામાં ઊભા છીએ. ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે અને આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામેની લડાઈને સમર્થન આપે છે."

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2203742) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Kannada