માહિતી અને પ્રસારણ મંત્રાલય
સરકાર OTT પ્લેટફોર્મ્સ પર બાળકોને અયોગ્ય સામગ્રીથી સુરક્ષિત રાખવા માટે મજબૂત સુરક્ષાના આદેશ આપે છે
કેન્દ્ર નૈતિક ડિજિટલ મીડિયા પ્રથાઓ સુનિશ્ચિત કરવા માટે IT નિયમો, 2021 હેઠળના પગલાં પર પ્રકાશ પાડે છે
प्रविष्टि तिथि:
12 DEC 2025 4:42PM by PIB Ahmedabad
બંધારણના અનુચ્છેદ 19(1) હેઠળ વાણીની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે. તે જ સમયે, સરકાર ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નકલી, ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી દ્વારા ઊભા થતા વધતા જોખમોથી પણ વાકેફ છે.
સરકારે માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 હેઠળ માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 (તારીખ 25મી ફેબ્રુઆરી, 2021) ને સૂચિત કર્યા છે.
આ નિયમોનો ભાગ-III ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટ (OTT પ્લેટફોર્મ્સ) ના પ્રકાશકો માટે આચારસંહિતા (Code of Ethics) પ્રદાન કરે છે, જેમાં અન્ય બાબતોની સાથે, પ્રકાશકોને એવી કોઈ પણ સામગ્રી પ્રસારિત ન કરવા જણાવવામાં આવ્યું છે જે હાલમાં અમલમાં રહેલા કાયદા દ્વારા પ્રતિબંધિત છે.
આ આચારસંહિતા તેમને નિયમોના શેડ્યૂલમાં આપેલા સામાન્ય માર્ગદર્શિકાના આધારે, સામગ્રીનું 5 શ્રેણીઓમાં વય-આધારિત વર્ગીકરણ હાથ ધરવા જણાવે છે.
આ આચારસંહિતા એ પણ જોગવાઈ કરે છે કે OTT પ્લેટફોર્મ બાળકો માટે વય-અયોગ્ય સામગ્રીને પ્રતિબંધિત કરવા માટે પર્યાપ્ત સુરક્ષા પગલાં અમલમાં મૂકશે.
નિયમો, અન્ય બાબતોની સાથે, સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકો દ્વારા અનુસરવામાં આવતી આચારસંહિતા (Code of Ethics) ની જોગવાઈ કરે છે. તેમાં કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ એક્ટ, 1995 હેઠળ નિર્ધારિત પ્રોગ્રામ કોડ અને પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળના પત્રકારત્વ આચરણના ધોરણો (Norms of Journalistic Conduct) નું પાલન શામેલ છે.
પ્રોગ્રામ કોડ અને પત્રકારત્વ આચરણના ધોરણો, અન્ય બાબતોની સાથે, પ્રકાશકોને એવી સામગ્રી ન ફેલાવવા જણાવે છે જે અચોક્કસ, ગેરમાર્ગે દોરનારી, ખોટી અથવા અડધી સત્ય હોય.
આઇટી નિયમો હેઠળ આચારસંહિતાના પાલન માટે ત્રણ-સ્તરીય ફરિયાદ નિવારણ પદ્ધતિ પણ પ્રદાન કરવામાં આવી છે:
- a. સ્તર-I - પ્રકાશક (Publisher)
- b. સ્તર-II - પ્રકાશકોની સ્વ-નિયમનકારી સંસ્થા (Self –Regulating Body of publishers), અને
- c. સ્તર-III - કેન્દ્ર સરકારની દેખરેખ પદ્ધતિ (Oversight Mechanism of Central Government)
નિયમોમાં નિર્ધારિત સ્તર-I અને સ્તર-II પર સ્વ-નિયમનની જોગવાઈઓ પ્રેસની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ભાવનાને સુનિશ્ચિત કરે છે.
ઉપરાંત, આઇટી નિયમોનો ભાગ II, જે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા સંચાલિત થાય છે, અન્ય જવાબદારીઓની સાથે, યુટ્યુબ અને ફેસબુક જેવા મધ્યસ્થીઓને એવી માહિતીના પ્રસારને રોકવા માટે જણાવે છે જે સ્પષ્ટપણે ખોટી, અસત્ય અથવા ગેરમાર્ગે દોરનારી હોય.
કેન્દ્ર સરકારને લગતા ખોટા સમાચારોની તપાસ કરવા માટે નવેમ્બર, 2019 માં માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) હેઠળ એક ફેક્ટ ચેક યુનિટ (FCU) ની સ્થાપના કરવામાં આવી છે.
ભારત સરકારના મંત્રાલયો/વિભાગોમાં અધિકૃત સ્રોતોમાંથી સમાચારની સત્યતા ચકાસ્યા પછી, FCU તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સાચી માહિતી પોસ્ટ કરે છે.
માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ, ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતના સંરક્ષણ, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના હિતમાં વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને પોસ્ટ્સને અવરોધિત કરવા માટે સરકાર જરૂરી આદેશો જારી કરે છે.
સર્જકોનું અર્થતંત્ર (Creators’ Economy)
આપણા દેશમાં સર્જકોના અર્થતંત્રને ટેકો આપવા માટે મોટી સંખ્યામાં પહેલો હાથ ધરવામાં આવી છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) 2025, ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જીસ (CIC) અને WAVES બજાર જેવી પહેલોએ ડિજિટલ સ્પેસમાં સ્થાનિક સાંસ્કૃતિક રજૂઆત વધારવામાં મદદ કરી છે.
CIC એ દેશભરમાં પ્રતિભાને એકત્ર કરી અને સર્જકોને પ્રાદેશિક કૌશલ્યોને વ્યાવસાયિક ડિજિટલ સામગ્રીમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે ઉદ્યોગ-જોડાયેલ તાલીમ પૂરી પાડી. WAVES 2025માં કલ્ચરલ્સ (Culturals) એ સ્થાનિક સંગીત અને લોક કલાઓનું પ્રદર્શન કરીને, પાયાના સ્તરના કલાકારોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું, તેમની દૃશ્યતા અને આજીવિકામાં વધારો કર્યો.
WAVES બજાર પણ એક રાષ્ટ્રીય બજાર તરીકે શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ભારતીય સર્જકો વૈશ્વિક ખરીદદારો, રોકાણકારો અને વિતરકો સાથે સીધો જોડાઈ શકે છે, જે ભારતના વિવિધ પ્રાદેશિક સામગ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપે છે.
WAVES OTT દ્વારા, પ્રસાર ભારતી સ્થાનિક સામગ્રી સર્જકોને અધિકૃત પ્રાદેશિક સામગ્રી પ્રકાશિત કરવા, પ્રમોટ કરવા અને મુદ્રીકરણ (monetise) કરવા માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ ઓફર કરીને ટેકો આપે છે.
માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી, ડૉ. એલ. મુરુગને રાજ્યસભામાં ડૉ. કનિમોઝી એનવીએન સોમુ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2203144)
आगंतुक पटल : 10