ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


સરળતા, સેવા અને કરુણાના પ્રતીક, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજી પાસે વિચારો અને જ્ઞાનનો વિશાળ અવકાશ હતો

તેમની સાથેની દરેક વાતચીત નવી પ્રેરણા અને ઉર્જા લઈને આવતી હતી

સ્વામી મહારાજજીએ માનવતાને શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની ભક્તિ સાથે જોડવાનું કામ કર્યું

ભગવાન સ્વામિનારાયણજીના ઉપદેશોને જનજન સુધી પહોંચાડનારા પ્રમુખ સ્વામી મહારાજજીની માત્ર સ્મૃતિ મનને શાંતિ અને શ્રદ્ધાથી ભરી દે છે

प्रविष्टि तिथि: 07 DEC 2025 3:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

X પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "સાદગી, સેવા અને કરુણાના પ્રતિક, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજજીની જન્મજયંતી પર, હું તેમને યાદ કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ આપું છું. સ્વામીજીના વિચારો અને જ્ઞાનનો વિસ્તાર એટલો વિશાળ હતો કે જ્યારે પણ હું તેમની સાથે વાત કરતો હતો, ત્યારે મને નવી પ્રેરણા અને ઉર્જા મળતી હતી. હું ભાગ્યશાળી હતો કે મને તેમની સાથે મળવાની, વાત કરવાની અને સમય વિતાવવાની તક મળી. સ્વામી મહારાજજીએ માનવ સમાજને શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની ભક્તિ સાથે જોડવાનું કામ કર્યું. ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોને જનસાધારણ સુધી ફેલાવનારા પ્રમુખસ્વામી મહારાજજીની માત્ર સ્મૃતિ મનને શાંતિ અને શ્રદ્ધાથી ભરી દે છે."

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2200050) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Tamil , Kannada