સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપની અફવાઓ પર સ્પષ્ટીકરણ આપ્યું
ઉપયોગકર્તા કોઈપણ સમયે એપ હટાવી શકે છે; એપ સ્વૈચ્છિક નોંધણી પછી જ સક્રિય થાય છે: શ્રી સિંધિયા
સંચાર સાથી મોનિટરિંગ નથી, તે જનભાગીદારી પર આધારિત એક નાગરિક સુરક્ષા ઉપકરણ છે: શ્રી સિંધિયા
प्रविष्टि तिथि:
02 DEC 2025 2:54PM by PIB Ahmedabad
કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના નિયમોને સ્પષ્ટ કરતા કહ્યું કે સંચાર સાથી, સંપૂર્ણપણે લોકતાંત્રિક અને સ્વૈચ્છિક છે. ઉપયોગકર્તા પોતાની સુવિધા અનુસાર તેના લાભો લેવા માટે એપને સક્રિય કરી શકે છે, અને તેઓ તેને કોઈપણ સમયે પોતાના ડિવાઇસમાંથી ડિલીટ કરી શકે છે.
નાગરિક-પ્રથમ અને સંપૂર્ણપણે પ્રાઇવસી-સેફ પ્લેટફોર્મ
કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવી સરકારની સર્વોચ્ચ જવાબદારી છે. સંચાર સાથી એ જ દિશામાં એક મજબૂત પગલું છે, જે દરેક મોબાઈલ યુઝરને સશક્ત, સુરક્ષિત અને જાગૃત બનાવે છે. આ મોનિટરિંગનું માધ્યમ નથી, પરંતુ જનભાગીદારી પર આધારિત એક પારદર્શી ડિજિટલ સુરક્ષા પ્લેટફોર્મ છે. તેમણે જણાવ્યું કે આ એપ અને પોર્ટલ નાગરિકોને પોતાના મોબાઈલ નંબરની સુરક્ષા, ફર્જી કનેક્શનોની ઓળખ, ખોવાયેલા-ચોરી થયેલા ફોનની ટ્રેકિંગ અને સાયબર છેતરપિંડીથી બચાવ જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં સક્ષમ બનાવે છે.
સંચાર સાથીનો પ્રભાવ અને માપનીય પરિણામ
પોતાના શુભારંભ પછીથી, સંચાર સાથીએ સારા પરિણામો આપ્યા છે:
- 21.5 કરોડથી વધુ પોર્ટલ વિઝિટ
- 1.4 કરોડથી વધુ એપ ડાઉનલોડ
- નાગરિકો દ્વારા "નોટ માય નંબર" પસંદ કરવાથી 1.43 કરોડથી વધુ મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા
- 26 લાખ ખોવાયેલા/ચોરી થયેલા મોબાઈલ ફોનનો પત્તો લગાવવામાં આવ્યો, જેમાંથી 7.23 લાખ સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યા
- નાગરિક રિપોર્ટોના આધારે 40.96 લાખ છેતરપિંડીવાળા કનેક્શન કાપવામાં આવ્યા
- છેતરપિંડી સાથે જોડાયેલા 6.2 લાખ IMEI બ્લોક કરવામાં આવ્યા
- નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક (FRI)ના માધ્યમથી ₹475 કરોડના સંભવિત નાણાકીય નુકસાનને રોકવામાં આવ્યું.
સાયબર સુરક્ષા જ છે સુરક્ષા સંચાર સાથીનું મૂળ લક્ષ્ય
કેન્દ્રીય મંત્રી સિંધિયાએ જણાવ્યું કે એપના કોલ લોગ ફીચરના માધ્યમથી કોઈપણ શંકાસ્પદ નંબરની ફરિયાદ નોંધાવી શકાય છે, જેનાથી નાગરિક પોતે અને અન્યને સંભવિત છેતરપિંડીથી બચાવી શકે છે. સિંધિયાએ કહ્યું કે ડિજિટલ સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સંચાર સાથી સંપૂર્ણપણે સ્વૈચ્છિક, ઉપયોગકર્તા-કેન્દ્રિત અને પારદર્શી છે, જે દેશના મોબાઈલ ઉપભોક્તાઓની સુરક્ષા માટે સમર્પિત છે. કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વિના એપને સક્રિય કરવું કે ડિલીટ કરવું બધું જ નાગરિકના સંપૂર્ણ નિયંત્રણમાં છે.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2197835)
आगंतुक पटल : 7