ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'બંધારણ દિવસ' પર બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ આપી અને દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ જીવન, રાષ્ટ્રીય ફરજો અને અધિકારો પ્રદાન કરીને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણનો માર્ગ મોકળો કરે છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લોકશાહી મૂલ્યો પ્રત્યે વધુ જાગૃત કરવા માટે 'બંધારણ દિવસ'ની શરૂઆત કરી છે
प्रविष्टि तिथि:
26 NOV 2025 2:19PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે 'બંધારણ દિવસ' નિમિત્તે, બંધારણ સભાના તમામ મહાન સભ્યો સાથે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આ દિવસે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું, "આજે, 'બંધારણ દિવસ' નિમિત્તે, હું બંધારણ સભાના તમામ મહાન સભ્યો સાથે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દિવસે દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ જીવન, રાષ્ટ્રીય ફરજો અને અધિકારો પ્રદાન કરીને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણનો માર્ગ મોકળો કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લોકશાહી મૂલ્યો પ્રત્યે વધુ જાગૃત કરવા માટે 'બંધારણ દિવસ' ની શરૂઆત કરી છે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2194657)
आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam