પર્યાવરણ અને વન મંત્રાલય
ઐતિહાસિક સિદ્ધિ: ભારતમાં જન્મેલી ચિત્તા મુખીએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો
શ્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતમાં આત્મનિર્ભર અને આનુવંશિક રીતે વૈવિધ્યસભર ચિત્તાની વસ્તી વધારવાની આશા મજબૂત બની
Posted On:
20 NOV 2025 4:22PM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ એક સીમાચિહ્નરૂપ વિકાસની જાહેરાત કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં, શ્રી યાદવે જણાવ્યું હતું કે ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા, મુખીની ઉંમર 2 વર્ષ અને 9 મહિના છે. મુખીએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે, જે ભારતના ચિત્તા પુનઃસ્થાપન પહેલમાં એક ઐતિહાસિક ક્ષણ છે.
શ્રી યાદવે કહ્યું હતું કે તાજેતરના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે ભારતમાં જન્મેલી ચિત્તાએ સફળતાપૂર્વક બચ્ચાને જન્મ આપ્યો હોય. તેમણે કહ્યું હતું કે આ ઘટના ભારતીય પર્યાવરણમાં પ્રજાતિના અનુકૂલન, આરોગ્ય અને દીર્ધાયુષ્યના મજબૂત સંકેતો દર્શાવે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું, "આ મહત્વપૂર્ણ ઘટના ભારતમાં આત્મનિર્ભર અને આનુવંશિક રીતે વૈવિધ્યસભર ચિત્તાઓની વસ્તી વધવાની આશાને વધુ મજબૂત બનાવે છે," તેમણે ઉમેર્યું હતું કે માતા અને બચ્ચા સ્વસ્થ છે.
શ્રી યાદવે ખુશી વ્યક્ત કરી હતી કે આ સફળતા ભારતના સંરક્ષણ પ્રયાસો અને પ્રોજેક્ટ ચિત્તાની ભાવિ સંભાવનાઓમાં વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2192346)
Visitor Counter : 14