પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને તેમને તેમના 73મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા
બંને નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી
PMએ જણાવ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પુતિનને ભારતમાં આવકારવા માટે આતુર છે
प्रविष्टि तिथि:
07 OCT 2025 6:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને તેમના 73મા જન્મદિવસ પર હાર્દિક અભિનંદન આપ્યા અને તેમના સારા સ્વાસ્થ્ય અને તમામ પ્રયત્નોમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય કાર્યસૂચિમાં પ્રગતિની સમીક્ષા કરી તેમજ ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રાષ્ટ્રપતિ પુતિનને ભારતમાં આવકારવા માટે આતુર છે.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2175976)
आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam