પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પુખ્ત શિક્ષણમાં પરિવર્તન લાવવા અને સાક્ષરતા લક્ષ્યોને આગળ વધારવા માટે ULAS કાર્યક્રમની પ્રશંસા કરતો એક લેખ શેર કર્યો
Posted On:
06 OCT 2025 12:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ 2022માં શરૂ કરાયેલ “અંડરસ્ટેન્ડિંગ લાઇફલોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી” (ULLAS) કાર્યક્રમની પરિવર્તનકારી અસરની પ્રશંસા કરવામાં આવી છે. આ કાર્યક્રમે ગ્રામીણ સમુદાયો અને મહિલાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર ભારતમાં પુખ્ત શિક્ષણ માટેના શૈક્ષણિક અવસરોમાં નોંધપાત્ર વિસ્તાર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરીની X પરની પોસ્ટના જવાબમાં, PMO ઇન્ડિયા હેન્ડલે કહ્યું:
"આ લેખમાં, રાજ્ય મંત્રી શ્રી @jayantrld જણાવે છે કે કેવી રીતે NEP 2020ને અનુરૂપ 2022માં શરૂ કરાયેલ “અંડરસ્ટેન્ડિંગ લાઇફલોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી” (ULLAS) કાર્યક્રમ પુખ્ત વયના લોકો માટે શૈક્ષણિક તકો પૂરી પાડે છે.
તેઓ તે વાત પર ભાર મુક્યો છે કે ULLAS કાર્યક્રમની અસરથી ગ્રામીણ અને મહિલા સાક્ષરતામાં વધારો થયો છે, જેનાથી ભારત 2030 સુધીમાં સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યો (SDGs)ના સાક્ષરતા લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે."
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2175259)
Visitor Counter : 21
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam