ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025
સમિટના પ્રથમ અને બીજા દિવસે ₹1 લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા
ફૂડ પ્રોસેસિંગ અને સંલગ્ન ક્ષેત્રોના હિસ્સેદારો સાથે 25થી વધુ જ્ઞાન સત્રો યોજવામાં આવ્યા હતા
Posted On:
27 SEP 2025 9:40AM by PIB Ahmedabad
વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025ના બીજા દિવસે, આપણે ભારતને ભવિષ્યના વૈશ્વિક ખાદ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા તરફ નોંધપાત્ર પ્રગતિ જોઈ, જેમાં સ્થિરતા, ટેકનોલોજી, રોકાણ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને સંવાદો કરવામાં આવ્યા. ભારત મંડપમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વૈશ્વિક નિયમનકારો, ઉદ્યોગ નેતાઓ, સ્ટાર્ટઅપ્સ અને નીતિ નિર્માતાઓ ઉચ્ચ સ્તરીય ભાગીદારી જોવા મળી.
આજે, ભાગીદાર અને કલક્ષિત રાજ્યો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ઝારખંડ અને બિહાર તેમજ ન્યુઝીલેન્ડ, વિયેતનામ, જાપાન અને રશિયા જેવા દેશોના સત્રો અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, આયુષ મંત્રાલય, APEDA અને વિશ્વ બેંક દ્વારા આયોજિત સત્રોનો સમાવેશ થાય છે. વધુમાં, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે આ વર્ષના સંસ્કરણના પાંચ મુખ્ય સ્તંભો અને પાલતું પશુઓના ખોરાક, ન્યુટ્રાસ્યુટિકલ્સ, વિશેષ ખોરાક, આલ્કોહોલિક પીણાં અને છોડ આધારિત ખોરાક જેવા મુખ્ય વિષયો સહિત વિવિધ વિષયોને આવરી લેતા તેર સત્રોનું આયોજન કર્યું હતું.
એકવીસ કંપનીઓએ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા, જેમાં કુલ ₹25,000 કરોડથી વધુનું રોકાણ સામેલ હતું. આ સાથે પ્રથમ અને બીજા દિવસે હસ્તાક્ષર કરાયેલા રોકાણ કરારનું કુલ મૂલ્ય ₹1 લાખ કરોડને વટાવી ગયું. સમિટ દરમિયાન, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયામાં સહયોગને મજબૂત બનાવવા માટે રશિયા અને પોર્ટુગલ જેવા આંતરરાષ્ટ્રીય સમકક્ષો સાથે મહત્વપૂર્ણ સરકારી બેઠકો પણ યોજાઈ હતી.
વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સાથે બે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે: FSSAI દ્વારા 3જી ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક નિયમનકારોને ખાદ્ય સલામતી ધોરણોના સુમેળ અંગે ચર્ચા કરવા અને નિયમનકારી સહયોગને મજબૂત બનાવવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. વધુમાં, સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEAI) દ્વારા 24મું ઇન્ડિયા ઇન્ટરનેશનલ સીફૂડ એક્ઝિબિશન (IISS) વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ભાગ રૂપે સમાંતર રીતે આયોજિત કરવામાં આવી રહ્યું છે, જે ભારતની વધતી જતી સીફૂડ નિકાસ ક્ષમતા અને વૈશ્વિક બજાર જોડાણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ કાર્યક્રમમાં તમામ ઉદ્યોગ હિતધારકોને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રોને લગતી નવીનતાઓમાં રોકાણ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આ ઈવેન્ટે સ્વીકાર્ય અને રોકાણ માટે તૈયાર સ્થળ તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવી અને વૈશ્વિક હિસ્સેદારોને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં નવીનતાઓનો લાભ લેવા, ટેક્નોલોજી ટ્રાન્સફર અને નોલેજ શેરિંગમાં સહયોગ કરવા અને ખાદ્ય સુરક્ષાથી પોષણ સુરક્ષા સુધીની ભારતની સફરમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો.
SM/GP/DK/JT
(Release ID: 2172068)
Visitor Counter : 20