પ્રધાનમંત્રીનું કાર્યાલય
રશિયાના નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
તેઓએ કૃષિ, ખાતર, ખાદ્ય પ્રક્રિયા અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરવા આતુર છે
Posted On:
25 SEP 2025 8:57PM by PIB Ahmedabad
રશિયન ફેડરેશનના નાયબ પ્રધાનમંત્રી, મહામહિમ દિમિત્રી પાત્રુશેવ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
તેમણે કૃષિ, ખાતર, ખાદ્ય પ્રક્રિયા અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને હાર્દિક શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેઓ 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે ભારતમાં તેમનું સ્વાગત કરવા આતુર છે.
SM/DK/GP/JD
(Release ID: 2171499)
Visitor Counter : 5