પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેપાળમાં હાલના ઘટનાક્રમ અંગે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી
Posted On:
09 SEP 2025 10:28PM by PIB Ahmedabad
હિમાચલ પ્રદેશ અને પંજાબની સત્તાવાર મુલાકાતથી પરત ફરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળમાં હાલના ઘટનાક્રમ અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ હિંસા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ, જેમાં ઘણા યુવાનોના જીવ ગયા છે. હૃદયપૂર્વકની અપીલમાં, તેમણે નેપાળના તમામ નાગરિકોને શાંતિ અને એકતાના મૂલ્યોને જાળવી રાખવા વિનંતી કરી હતી.
X પર અલગ અલગ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ જણાવ્યું:
"આજે હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફરતા, સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં નેપાળમાં હાલના ઘટનાક્રમ અંગે ચર્ચા કરવામાં આવી. નેપાળમાં હિંસા હૃદયદ્રાવક છે. મને દુઃખ છે કે ઘણા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું નેપાળમાં મારા બધા ભાઈઓ અને બહેનોને શાંતિ જાળવવા માટે નમ્ર અપીલ કરું છું."
“आज हिमाचल प्रदेश और पंजाब के दौरे से लौटने के बाद Cabinet Committee on Security की बैठक में नेपाल के घटनाक्रम को लेकर विस्तार से चर्चा हुई। नेपाल में हुई हिंसा हृदयविदारक है। यह जानकर बहुत पीड़ा हुई कि इसमें अनेक युवाओं की जान गई है। नेपाल की स्थिरता, शांति और समृद्धि हमारे लिए अत्यंत महत्वपूर्ण है। मैं नेपाल के अपने सभी भाई-बहनों से विनम्र अपील करता हूं कि वे शांति-व्यवस्था बनाए रखें।”
“आज दिनभरीको भ्रमणबाट फर्किएपछि सुरक्षा सम्बन्धी मन्त्रिपरिषद् समितिको बैठकमा नेपालको घटनाक्रमहरुको बारेमा विस्तृत छलफल भयो । नेपालमा भएको हिंसा हृदयविदारक छ । धेरै युवाहरुले आफ्नो ज्यान गुमाउनु परेकोमा मेरो मन अत्यन्तै विचलित छ । नेपालको स्थिरता, शान्ति र समृद्धि अत्यन्त महत्वपूर्ण छ । म नेपालका सबै मेरा दाजुभाइ तथा दिदीबहिनीहरुलाई शान्ति–व्यवस्था कायम राख्न विनम्रतापूर्वक अपील गर्दछु ।”
SM/NP/GP/JD
(Release ID: 2165126)
Visitor Counter : 2