ચૂંટણી આયોગ
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025 માટે ભારતના ચૂંટણી પંચે નિરીક્ષકોની નિમણૂક કરી

Posted On: 21 AUG 2025 8:08PM by PIB Ahmedabad
  1. ભારતના બંધારણની કલમ 324 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025 માટે ભારત સરકારના અધિક સચિવ કક્ષાના બે અધિકારીઓની નિમણૂક નિયુક્ત કરી છે.
  2. 7 ઓગસ્ટ, 2025ના રોજ ECI દ્વારા સૂચિત ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી, 2025ના સમયપત્રક મુજબ, મતદાન અને મતગણતરી 9 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે.
  3. નીચેના અધિકારીઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે:
  • શ્રી સુશીલ કુમાર લોહાની, IAS (OD :1995 ), અધિક સચિવ, પંચાયતી રાજ મંત્રાલય .

· શ્રી ડી. આનંદન , IAS (SK: 2000), અધિક સચિવ, નાણાં મંત્રાલય,

ખર્ચ વિભાગ.

  1. શ્રી નીતિન કુમાર શિવદાસ ખડે, IAS (AM: 2004), સંયુક્ત સચિવ, ગ્રામીણ વિકાસ મંત્રાલય, જમીન સંસાધન વિભાગને અનામત યાદીમાં મૂકવામાં આવ્યા છે.

SM/NP/GP/JD


(Release ID: 2159507)
Read this release in: English , Urdu , Marathi , Telugu