પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી
રાષ્ટ્રપતિ પુતિને અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાત અંગે પોતાના મૂલ્યાંકન શેર કર્યા
પીએમએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સુસંગત વલણ પર ભાર મૂકે છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસો માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો
બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી
બંને નેતાઓ નજીકના સંપર્કમાં રહેવા સંમત થયા
Posted On:
18 AUG 2025 5:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનો ટેલિફોન આવ્યો હતો.
રાષ્ટ્રપતિ પુતિને ગયા અઠવાડિયે અલાસ્કામાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત અંગે પોતાના મૂલ્યાંકન શેર કર્યા હતા.
રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનતા, પ્રધાનમંત્રીએ રાજદ્વારી અને સંવાદ દ્વારા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સુસંગત વલણ પર ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત આ સંદર્ભમાં તમામ પ્રયાસોને સમર્થન આપે છે.
બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
બંને નેતાઓ નજીકના સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
SM/IJ/GP/JD
(Release ID: 2157643)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam