રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ 30 જૂનથી 1 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
29 JUN 2025 5:20PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 30 જૂનથી 1 જુલાઈ, 2025 સુધી ઉત્તર પ્રદેશ (બરેલી અને ગોરખપુર)ની મુલાકાત લેશે.
30 જૂનના રોજ, રાષ્ટ્રપતિ બરેલી ખાતે ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના 11માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે, તેઓ AIIMS ગોરખપુરના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
1 જુલાઈના રોજ, રાષ્ટ્રપતિ ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ ગોરખપુર ખાતે મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ તેના ઓડિટોરિયમ, એકેડેમિક બ્લોક અને પંચકર્મ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે તેમજ નવા કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કરશે.
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2140613)
મુલાકાતી સંખ્યા : 50