પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III એનાયત કરવામાં આવ્યો

प्रविष्टि तिथि: 16 JUN 2025 1:33PM by PIB Ahmedabad

સાયપ્રસના રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસનું સન્માન - "ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોIII" એનાયત કર્યું.

1.4 અબજ ભારતીયો વતી આ સન્માન સ્વીકારતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ, સરકાર અને સાયપ્રસના લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પુરસ્કાર ભારત અને સાયપ્રસ વચ્ચેના લાંબા સમયથી ચાલતા અને ઉષ્માભર્યા સંબંધોને સમર્પિત કર્યો, જે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. તેમણે વધુમાં કહ્યું કે આ પુરસ્કાર ભારતની "વસુધૈવ કુટુંબકમ" અથવા "વિશ્વ એક પરિવાર છે"ની સદીઓ જૂની ફિલસૂફીની માન્યતા છે, જે વૈશ્વિક શાંતિ અને પ્રગતિ તરફ તેના અભિગમને માર્ગદર્શન આપે છે.

પ્રધાનમંત્રીએ ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારીને મજબૂત અને વૈવિધ્યસભર બનાવવા માટે નવી પ્રતિબદ્ધતા તરીકે આ સન્માન સ્વીકાર્યું. તેમણે ભાર મૂક્યો કે આ પુરસ્કાર શાંતિ, સુરક્ષા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સમૃદ્ધિ પ્રત્યે બંને દેશોની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સ્વીકૃતિ ભાષણની લિંક અહીં ઍક્સેસ કરી શકાય છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2136601) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Manipuri , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam