પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 2 જૂને નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની 81મી વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેશે
42 વર્ષના અંતરાલ પછી ભારતમાં IATA AGMનું આયોજન થઈ રહ્યું છે
PM ગ્લોબલ એવિએશન CEOs ને સંબોધિત કરશે
प्रविष्टि तिथि:
01 JUN 2025 8:01PM by PIB Ahmedabad
વિશ્વ કક્ષાની હવાઈ માળખાગત સુવિધા વિકસાવવા અને કનેક્ટિવિટી વધારવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 જૂને સાંજે 5 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ની 81મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
IATA 81મી વાર્ષિક સામાન્ય સભા અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ (WATS) 1 થી 3 જૂન દરમિયાન યોજાશે. ભારતમાં છેલ્લી AGM 42 વર્ષ પહેલાં 1983માં યોજાઈ હતી. તેમાં ટોચના વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગના નેતાઓ, સરકારી અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્રતિનિધિઓ સહિત 1600થી વધુ સહભાગીઓ સામેલ થશે.
વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટમાં ઉડ્ડયન ઉદ્યોગ સામેના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં એરલાઇન ઉદ્યોગનું અર્થશાસ્ત્ર, એર કનેક્ટિવિટી, ઉર્જા સુરક્ષા, ટકાઉ ઉડ્ડયન બળતણ ઉત્પાદન, ફાઇનાન્સિંગ ડીકાર્બોનાઇઝેશન, નવીનતાઓ વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વભરના ઉડ્ડયન નેતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ પણ ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતના નોંધપાત્ર પરિવર્તન અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં તેના યોગદાનના સાક્ષી બનશે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2133178)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam