WAVES BANNER 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલય

“ભારતના સ્વદેશી રમતોનો વૈશ્વિક સ્તરે ઉદય” — WAVES 2025 ખાતે ભારતના રમતગમત વારસાની ઉજવણી અને વૈશ્વિકરણ માટે એક આહવાન


સ્વદેશી રમતો ફક્ત શારીરિક સ્પર્ધાઓ નથી, પરંતુ આપણા સમુદાયો, પરંપરાઓ અને ઓળખનો અભિન્ન ભાગ છે: ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી

ખેલો ઇન્ડિયા પહેલ પાયાના સ્તરની પ્રતિભાને પોષવામાં અને ભારતીય રમતગમતના ભવિષ્યને આકાર આપવામાં પરિવર્તનશીલ શક્તિ છે: રક્ષા નિખિલ ખડસે

 Posted On: 04 MAY 2025 2:50PM |   Location: PIB Ahmedabad

ગઈકાલે WAVES, મુંબઈ ખાતે આયોજિત એક ઉત્સાહી અને સમજણ ભરી  પેનલ ચર્ચામાં, સ્વદેશી રમતોના સમૃદ્ધ વારસા અને ભારતીય હાર્ટલેન્ડથી વૈશ્વિક મંચ સુધીની તેમની વધતી જતી સફર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. "સ્વદેશી રમતો: ભારતથી વૈશ્વિક મંચ સુધી" શીર્ષકવાળા આ સત્રમાં પ્રભાવશાળી નીતિ નિર્માતાઓ, પ્રખ્યાત રમતવીરો, રમતગમત ઉદ્યોગસાહસિકો અને વિચારશીલ નેતાઓ એક સમાન દ્રષ્ટિકોણમાં ભારતની મૂળ રમતોને આંતરરાષ્ટ્રીય માન્યતા અને સફળતા તરફ દોરી જવા માટે એક થયા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Picture4NE5B.png

મુખ્ય સંબોધન કરતા, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ ભારતમાં સ્વદેશી રમતોના ઊંડા સાંસ્કૃતિક મૂળ પર ઉત્સાહપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. "આ રમતો ફક્ત શારીરિક સ્પર્ધાઓ નથી, તે આપણા સમુદાયો, આપણી પરંપરાઓ અને આપણી ઓળખનો અભિન્ન ભાગ છે," તેમણે ભારતને વૈશ્વિક રમતગમત પાવરહાઉસ બનાવવા માટે તેમના દૂરંદેશી નેતૃત્વ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું. શ્રી માઝીએ વધુમાં જણાવ્યું કે જીવંત આદિવાસી સમુદાયોનું ઘર ઓડિશાએ આ પ્રાચીન રમતોને સાચવી રાખી છે અને રમતગમત કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. "અમે ગ્રામીણ પ્રતિભાઓને પોષવા અને દરેક પ્રતિભાશાળી ખેલાડીને ચમકવા માટે એક પ્લેટફોર્મ મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ", તેમણે જણાવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Picture590YD.png

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસેએ આ મહત્વપૂર્ણ ચળવળની આસપાસ અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને WAVES પ્લેટફોર્મનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. "ભારત પહેલાથી જ યોગના વૈશ્વિક રાજદૂત તરીકે ઉભરી આવ્યું છે. હવે, અમે આંતરરાષ્ટ્રીય મંચ પર ખો-ખો અને કબડ્ડી જેવી આપણી પરંપરાગત રમતોનું ગર્વથી પ્રદર્શન કરી રહ્યા છીએ. ખેલો ઇન્ડિયા પહેલ પાયાના સ્તરની પ્રતિભાને પોષવામાં અને ભારતીય રમતગમતના ભવિષ્યને આકાર આપવામાં એક પરિવર્તનશીલ શક્તિ સાબિત થઈ રહી છે," તેણીએ ટિપ્પણી કરી હતી. તેણીએ વધુમાં ભાર મૂક્યો કે રમતો માત્ર શારીરિક સુખાકારીને પ્રોત્સાહન આપતી નથી. પરંતુ સંબંધોને મજબૂત બનાવે છે અને એકતાને પ્રોત્સાહન આપે છે - જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સારને પ્રતિબિંબિત કરે છે.

પ્રો કબડ્ડી લીગના લીગ કમિશનર, અનુપમ ગોસ્વામીએ રમતગમત બજાર તરીકે ભારતની વિશાળ સંભાવના પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું, "આપણે સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપીને આ તકનો ઉપયોગ કરવો જોઈએ, જે પુષ્કળ ભાવનાત્મક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે."

ઈરાનના પ્રતિષ્ઠિત પીકેએલ ખેલાડી ફઝલ અત્રાચાલીએ કબડ્ડીએ જીવન કેવી રીતે બદલી નાખ્યું છે તે શેર કર્યું હતું. "પીકેએલનો આભાર, કબડ્ડી એક વ્યાવસાયિક રમત બની ગઈ છે. જે ખેલાડીઓને ખ્યાતિ અને નાણાકીય સુરક્ષા આપે છે", એમ ફઝલે ઉત્સાહિત થઈને જણાવ્યું હતું.

નિક કાવર્ડે વૈશ્વિકરણ અને આધુનિક વિતરણ ચેનલોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું, "વિશ્વભરમાં પરંપરાગત રમતોને લોકપ્રિય બનાવવા માટે, આપણે ઇ-સ્પોર્ટ્સ સહિત ડિજિટલ પ્લેટફોર્મ અપનાવવા પડશે."

ખો-ખો ફેડરેશનના પ્રમુખ સુધાંશુ મિત્તલે જણાવ્યું હતું કે ખો-ખો હવે 55 દેશોમાં રમાય છે અને વર્ષના અંત સુધીમાં 90થી વધુ દેશોમાં પહોંચવાનો લક્ષ્યાંક છે. "આપણી સ્વદેશી રમતો અનોખી છે - જેમાં વધુ વ્યૂહરચના, સહનશક્તિ અને ભાવનાની જરૂર છે. તેઓ વૈશ્વિક સ્તરે ખૂબ જ આકર્ષણ ધરાવે છે. પરંતુ તેમને સરકારી સમર્થન, બ્રાન્ડિંગ અને રાજદ્વારી સમર્થનની જરૂર છે", તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ફેનકોડના સ્થાપક યાનિક કોલાકોએ ટેકનોલોજીને ગેમ-ચેન્જર તરીકે દર્શાવી હતી. તેમજ "એક્સેસ અને જોડાણ મુખ્ય હોવાનું જણાવી યોગ્ય ટેકનોલોજી સાથે, આપણે ચાહકોના ઊંડા જોડાણો બનાવી શકીએ છીએ અને ભારતીય રમતગમતને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકીએ છીએ", તેમ ઉમેર્યુ હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Picture6A5N8.png

આ સત્રનું સંચાલન મંત્ર મુગ્ધ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે વિવિધ આંતરદૃષ્ટિ અને ભવિષ્યલક્ષી વ્યૂહરચનાઓ સાથે ચર્ચાને કુશળતાપૂર્વક આગળ ધપાવી હતી.

 


Release ID: (Release ID: 2126803)   |   Visitor Counter: 21