માહિતી અને પ્રસારણ મંત્રાલય
વેવ્ઝ 2025 સત્ર રમતગમત અને ટેકનોલોજીમાં નવીનતાઓની શોધ કરે છે
વેવ્સ 2025માં સાઉદી અરેબિયાની ઇસ્પોર્ટ્સ મહત્વાકાંક્ષાઓ પ્રકાશિત થઈ
વિઝન, રોકાણ અને નવીનતા સાઉદી ગેમિંગ વૃદ્ધિને આગળ ધપાવે છે
"આજે મીડિયા અને ટેકનોલોજી તમારા કીટમાં હેલ્મેટ જેટલા આવશ્યક છે ": વેવ્સ 2025 ખાતે રવિ શાસ્ત્રી
Posted On:
02 MAY 2025 8:27PM
|
Location:
PIB Ahmedabad
મુંબઈમાં વેવ્ઝ 2025ના બીજા દિવસે રમતગમત અને ઈ-સ્પોર્ટ્સના ભવિષ્ય પર બે દૂરંદેશી ચર્ચાઓ થઈ, જેમાં મીડિયા, ટેકનોલોજી અને વાર્તા કહેવાના કારણે વૈશ્વિક જોડાણમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ગેમિંગ ક્રાંતિ: ભવિષ્ય માટે એક બોલ્ડ વિઝન
"બિલ્ડિંગ અ ગ્લોબલ પાવરહાઉસ: ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્સ માટે સાઉદી અરેબિયાનું વિઝન" શીર્ષકવાળી એક ઉચ્ચ-પ્રભાવિત ફાયરસાઇડ ચેટમાં, સાઉદી ઈ-સ્પોર્ટ્સ ફેડરેશનના અધ્યક્ષ, મહામહિમ ફૈઝલ બિન બંદર બિન સુલતાન અલ સઉદે વૈશ્વિક ઈ-સ્પોર્ટ્સ લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે કિંગડમની વ્યાપક યોજનાઓ રજૂ કરી હતી. જેટસિન્થેસિસના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર ગિરીશ મેનન દ્વારા સંચાલિત આ સત્રમાં ચર્ચા કરવામાં આવી હતી કે, કેવી રીતે રાજ્યની યુવા-સંચાલિત નીતિઓ, વ્યૂહાત્મક રોકાણો અને વૈશ્વિક ભાગીદારી સાઉદી અરેબિયાને ગેમિંગ અને ઇ-સ્પોર્ટ્સ નવીનતા માટે ઉભરતા કેન્દ્રમાં પરિવર્તિત કરી રહી છે.
સાઉદી અરેબિયાની 67%થી વધુ વસ્તી ગેમર્સ તરીકે ઓળખાય છે, તેથી તે લાંબા ગાળાની ટકાઉપણું માટે રચાયેલ ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે. ગેમર્સ વિધાઉટ બોર્ડર્સ જેવી સીમાચિહ્નરૂપ ઘટનાઓથી લઈને ઈ-સ્પોર્ટ્સ વર્લ્ડ કપનું આયોજન કરવા સુધી, દેશ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાને એક લીડર તરીકે સ્થાપિત કરી રહ્યો છે.

આ વિઝનનો પાયો સાઉદી ઈસ્પોર્ટ્સ એકેડેમી છે જે અનેક ક્ષેત્રોમાં તાલીમ પૂરી પાડે છે - કોચિંગ, ઇવેન્ટ પ્રોડક્શન, ગેમ ડેવલપમેન્ટ, યુવા વ્યાવસાયિકો માટે અર્થપૂર્ણ કારકિર્દી માર્ગો બનાવવા સામેલ છે. ફેડરેશનના પ્રયાસો કન્ટેન્ટ સર્જકોના ઉદયને પણ ટેકો આપી રહ્યા છે, જે સમુદાય જોડાણ અને સરહદ પાર સહયોગ પર આધારિત સમાવિષ્ટ અને સ્કેલેબલ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે.
મહામહિમ ફૈઝલે ભાર મૂક્યો કે સાઉદી અરેબિયાના ધ્યેયો ટુર્નામેન્ટથી આગળ વધે છે. તેમણે કહ્યું, "તે તક સર્જન, ઇકોસિસ્ટમ વિકાસ અને જ્યારે કોઈ દેશ સંસાધનો, દ્રષ્ટિ અને પ્રતિભાને સંરેખિત કરે છે ત્યારે શું શક્ય છે તે દર્શાવવા વિશે છે." ચર્ચામાં બહાર આવ્યું તેમ કિંગડમનો અભિગમ આગામી દાયકામાં વૈશ્વિક ગેમિંગ વલણોને સારી રીતે આકાર આપી શકે છે.
રમતગમતનો બદલાતો ચહેરો: મીડિયા, ટેકનોલોજી અને માનવ જોડાણ
દિવસની શરૂઆતમાં, "રમતગમત, ટેક, ઉદ્યોગસાહસિકતા અને મીડિયા - ધ રીઅલ STEM" વિષય પર એક ગતિશીલ પેનલે રમતગમત ઇકોસિસ્ટમના અવાજોને એકત્ર કર્યો હતો. આ સત્રનું સંચાલન નિર્માતા અને ઉદ્યોગસાહસિક ધીર મોમાયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ક્રિકેટ દિગ્ગજ રવિ શાસ્ત્રી, પ્રશાંત ખન્ના (જિયોસ્ટાર), નુલ્લા સરકાર (કોસ્મોસ), વિક્રાંત મુદલિયાર (ડ્રીમ સ્પોર્ટ્સ) અને ધવલ પોંડા (ટાટા કોમ્યુનિકેશન્સ) હાજર રહ્યા હતા.
રવિ શાસ્ત્રી મીડિયા અને ટેકનોલોજી દ્વારા ક્રિકેટ કેવી રીતે બદલાયું છે તેના પર પોતાની સમજ શેર કરી હતી. તેમણે કહ્યું, "આજે મીડિયા અને ટેકનોલોજી તમારા કીટમાં હેલ્મેટ જેવા છે - તે અનિવાર્ય છે." તેમણે તે વાત પર વિચાર કર્યો કે કઈ રીતે પ્રશંસકનું જોડાણ અને એથેલીટની બ્રાન્ડિંગ વધી છે. તેમણે પોતાની સફરને "એક લહેર" તરીકે વર્ણવી - જે વ્યક્તિગત ઊંચાઈઓ અને રમતના વ્યાપક વિકાસ બંનેનું પ્રતીક છે.

પેનલિસ્ટ્સે ઇમર્સિવ ફીડ્સ, ફેન્ટસી ગેમિંગ અને AI-આધારિત સામગ્રી વૈયક્તિકરણ જેવી તકનીકી પ્રગતિઓ તરફ ધ્યાન દોર્યું જે ચાહકોને રમતગમત સાથે જોડાવાની રીતને ફરીથી આકાર આપી રહ્યા છે. વિક્રાંત મુદલિયારે ભાર મૂક્યો કે કેવી રીતે ફેન્ટસી પ્લેટફોર્મ્સે પ્રેક્ષકોને નિષ્ક્રિય દર્શકોમાંથી સક્રિય સહભાગીઓમાં પરિવર્તિત કર્યા છે. પ્રશાંત ખન્નાએ સાંકેતિક ભાષા ભાષ્ય અને કસ્ટમ વિઝ્યુઅલ ફીડ્સ જેવા સમાવેશીતા સાધનો પર પ્રકાશ પાડ્યો હતો.
નુલ્લા સરકાર વાર્તા કહેવાના મહત્વ પર ભાર મૂકે છે: "પ્રશંસકો ફક્ત આંકડાઓને અનુસરતા નથી - તેઓ લોકોને અનુસરે છે." આ વાતનો પડઘો પાડતા ધવલ પોંડાએ વાત કરી કે કેવી રીતે લાઇવ સ્પોર્ટ્સ વૈશ્વિક સામગ્રી ઉપભોગની આત્મા બનેલા છે અને હવે ટેકનોલોજી કસ્ટમ વ્યુઇંગ અનુભવોને સક્ષમ બનાવી રહી છે.
"રમતગમત, ટેકનોલોજી અને મીડિયાનું ભવિષ્ય અમર્યાદિત છે. આપણે હમણાં જ શરૂઆત કરી રહ્યા છીએ." રવિ શાસ્ત્રીએ આશા વ્યક્ત કરતા સત્રનું સમાપન કર્યું હતું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
Release ID:
2126401
| Visitor Counter:
61