માહિતી અને પ્રસારણ મંત્રાલય
પ્રભાવનો વ્યવસાય: WAVES 2025 ખાતે વાર્તાઓ, જુસ્સા અને હેતુનું સિમ્ફની
WAVES 2025 એવા સર્જકોની ઉજવણી કરે છે જેઓ મહત્વપૂર્ણ વાર્તાઓ દ્વારા સંસ્કૃતિ, સમુદાય અને વાતચીતને આકાર આપે છે
प्रविष्टि तिथि:
01 MAY 2025 7:21PM
|
Location:
PIB Ahmedabad
કન્ટેન્ટથી ભરપૂર દુનિયામાં જ્યાં અવાજો અલ્ગોરિધમ્સથી ઉપર ઉઠે છે અને જુસ્સો પ્રદર્શન પર પ્રભુત્વ ધરાવે છે, WAVES 2025 ખાતે "ધ બિઝનેસ ઓફ ઇન્ફ્લુએન્સ: ક્રિએટર્સ શેપિંગ ગ્લોબલ કલ્ચર" બ્રેકઆઉટ સત્ર પ્રમાણિકતા, જિજ્ઞાસા અને સમુદાયના જીવંત ટેપેસ્ટ્રીની જેમ પ્રગટ થયું છે. YouTube APACના વાઇસ પ્રેસિડેન્ટ ગૌતમ આનંદ દ્વારા સંચાલિત આ સત્રમાં ચાર અસાધારણ સર્જકોને એકસાથે લાવવામાં આવ્યા હતા. જેમની યાત્રા, જુસ્સો અને ઉદ્દેશ્યના મૂળમાં ડિજિટલ વિશ્વના ખૂણાઓને શાંતિથી બદલી નાખ્યા છે.

ગૌતમ આનંદે ભારતમાંથી ઉઠતા અબજો અવાજોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને પુનરાવર્તિત કરીને શરૂઆત કરી હતી. તેમણે સર્જકોને YouTubeનું હૃદય ગણાવ્યું, જે વિવિધતા અને ઊંડાણથી ધબકે છે અને સરહદો પાર વાર્તાઓને આકાર આપવા સક્ષમ હોય છે.
સત્રની શરૂઆત એક એવી ક્ષણથી થઈ જ્યારે લોકપ્રિય ચેનલ માયો જાપાનના નિર્માતા માયો મુરાસાકીએ હિન્દીમાં અસ્ખલિત રીતે બોલવાનું શરૂ કર્યું હતું. જેનાથી પ્રેક્ષકો ચોંકી ગયા હતા. ભારતમાં વિતાવેલા એક વર્ષ અને હિન્દીમાં અભ્યાસે કોર્પોરેટ જીવનમાંથી YouTube તરફના તેમના રસને વેગ આપ્યો હતો. તેમણે સમજાવ્યું કે જાપાની પ્રેક્ષકો માટે ભારત વિશે કન્ટેઇન બનાવવી એ આનંદ અને જવાબદારી બંને બની ગઈ છે. તેણીએ કહ્યું "હું ક્યારેય બીજા દેશો વિશે નકારાત્મક વાત કરતી નથી અને હું મારું સંશોધન સારી રીતે કરું છું. હું ભારતને ફક્ત વિદેશમાં જોવા મળતા પોસ્ટકાર્ડ સંસ્કરણ જ નહીં પરંતુ ઊંડાણથી બતાવવાનો પ્રયાસ કરું છું."
યુટ્યુબ સેન્સેશન શેફ રણવીર બ્રાર રસોઈમાં 'સત્યની ક્ષણ (મોમેન્ટ ઓફ ટ્રુથ)' વિશે વાત કરે છે, જે એક ભાવનાત્મક તાલ છે જે તેમના પ્રેક્ષકોને સ્પર્શે છે. "હું ઇચ્છું છું કે લોકો રવિવાર રસોઈ બનાવવામાં વિતાવે," તેમણે ઉમેર્યું કે તેમના માટે કોઈપણ બ્રાન્ડ સહયોગ પહેલા પ્રામાણિકતા આવે છે. "પહેલા સંબંધો, પછી વ્યવહારો. એ જ મારૂ સૂત્ર છે."

'ઇન્ડિયન ફાર્મર' પાછળનો ચહેરો આકાશ જાધવ ખેતીને સુલભ અને ટકાઉ બનાવવા વિશે આત્મવિશ્વાસ સાથે વાત કરે છે. તેમની ચેનલ સિંચાઈ અને ખેતી અંગે વ્યવહારુ ટિપ્સ આપે છે. તેમણે કહ્યું "ખેતી એવી વસ્તુ છે જે અમને ખૂબ ગમે છે, જે જમીનમાં મૂળ ધરાવે છે. અમે તે અમારા લોકો માટે કરીએ છીએ." તેમનો ધ્યેય સરળ છે: ટેબલ પર સ્વચ્છ ખોરાક અને ખેડૂતો માટે સમૃદ્ધિ.
'ચેસ કી બાત'ના જીતેન્દ્ર અડવાણી જણાવે છે કે કેવી રીતે ભારતીય ઘરોમાં ચેસ શાંતિથી પુનરાગમન કરી રહ્યું છે. તેમણે સ્મિત સાથે કહ્યું, "બાળકો, માતા-પિતા, દાદા-દાદી, બધા ફરીથી બોર્ડ ઉપાડી રહ્યા છે." તેમની શિક્ષણ શૈલીમાં સરળતા અને મજાનો સમાવેશ થાય છે, ક્રિકેટ અને સંસ્કૃતિમાંથી ઉધાર લઈને રમતને વધુ સુસંગત બનાવવામાં આવે છે. તેમણે કહ્યું "હું તેને હળવું અને પ્રેમથી ભરેલું રાખું છું."
આ વાતચીતમાં વૈશ્વિક પ્રેક્ષકોની ભાગીદારીના વિષયો આવરી લેવામાં આવ્યા હતા. જેમાં સર્જકોએ સમજાવ્યું હતું કે તેમનું કાર્ય ભાષા અને ભૂગોળથી કેવી રીતે આગળ વધે છે. આકાશ જાધવે ખુલાસો કર્યો કે તેમના પ્રેક્ષકોનો મોટો ભાગ ભારતની બહાર છે. ભલે સામગ્રી હિન્દીમાં હોય - તેમણે કહ્યું કે તે સાબિત કરે છે કે "ખોરાક આપણને બધાને જોડે છે." જીતેન્દ્રએ કહ્યું "ચેસ પ્રત્યેનો પ્રેમ સાર્વત્રિક છે."
ગૌતમ આનંદે પૂછ્યું કે બ્રાન્ડ્સ સાથે સહયોગ કરતી વખતે સર્જકો કેવી રીતે પ્રામાણિકતા જાળવી રાખે છે, ત્યારે વાતચીત પ્રતિબિંબિત થઈ ગઈ હતી. બ્રારે જવાબ આપ્યો હતો કે, "હું હંમેશા ના કહીને શરૂઆત કરું છું. જો બ્રાન્ડ ખરેખર મારા મૂલ્યો સાથે સુસંગત હોય તો જ હું આગળ વધી શકું છું."
વાતચીતમાં AI વિષય પણ ઉમેરાયો. માયો મુરાસાકીએ કહ્યું કે AI વિચારો ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે, પરંતુ ક્યારેક AI ડરામણી પણ હોઈ શકે છે. રણવીર બ્રાર, જીતેન્દ્ર અને આકાશ જાધવ જેવા અન્ય લોકોએ AI સબટાઈટલ અને સર્જનાત્મક સાધનો સાથે પ્રયોગ કરવા વિશે વાત કરી, જ્યારે હજુ પણ તેમના કાર્યના મૂળમાં માનવ જોડાણો રાખવા વિશે વાત કરી હતી.
જ્યારે રૂમમાં રહેલા મહત્વાકાંક્ષી સર્જકો પાસેથી સલાહ માંગવામાં આવી, ત્યારે જવાબો ઉત્સાહપૂર્ણ હતા. રણવીર બ્રારે કહ્યું, "એલ્ગોરિધમનો પીછો ન કરો, તમારા સપનાનો પીછો કરો." આકાશ જાધવે આગ્રહ કરતા જણાવ્યું કે, "સુસંગત, પ્રમાણિક બનો અને સામગ્રીથી આગળ વિચારો." જીતેન્દ્રએ કહ્યું, "તમે જેને પ્રેમ કરો છો તેનાથી શરૂઆત કરો." માયો મુરાસાકીએ ઉષ્માભર્યું કહ્યું, "જો તમે તમારી જાત પ્રત્યે સાચા હશો, તો બાકીનું બધું જાતે જ સંભાળી લેશે."
સત્રના સમાપન પર ગૌતમ આનંદે વક્તાઓ અને શ્રોતાઓનો આભાર માન્યો હતો. તેમની સામૂહિક ઉર્જાએ અમને યાદ અપાવ્યું કે અસર, વાસ્તવિક અસર, વાયરલતા વિશે નથી. વાત અવાજની છે. વાત હૃદયની છે અને તે દુનિયાને આકાર આપવા વિશે છે, એક સમયે એક પ્રામાણિક વાર્તા.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
रिलीज़ आईडी:
2126088
| Visitor Counter:
83