WAVES BANNER 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલય

"પ્રતિકૂળતાનો સામનો કરીને, એક નવી વાર્તા લખવી": વેવ્સ 2025 મીડિયા અને મનોરંજનમાં હિંમત, સમાનતા અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે


ભૂતપૂર્વ જર્મન ફૂટબોલર અને વિશ્વ ચેમ્પિયન એરિયન હિંગ્સ્ટએ WAVES 2025માં રમતગમતમાં સમાન તકોની હિમાયત કરી હતી

WAVES 2025માં બિઆન્કા બાલ્ટી અસમાનતાને પડકારવા અને વાજબી પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવામાં સોશિયલ મીડિયાની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો

WAVES 2025માં રોના-લી શિમોન મહિલાઓના અવાજને મજબૂત બનાવવામાં અને સિનેમાના સ્ટીરિયોટાઇપ્સને તોડવામાં મીડિયાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો

 Posted On: 01 MAY 2025 8:45PM |   Location: PIB Ahmedabad

આજે વેવ્ઝ 2025 ગ્લોબલ સમિટમાં "અવરોધોનો સામનો કરતા,એક નવી વાર્તા લખવી "Braving the Odds, Scripting a New Narrative)" વિષય પર પેનલ ચર્ચામાં ત્રણ પ્રેરણાદાયી વક્તાઓ હાજર રહ્યા - પ્રખ્યાત ઇઝરાયેલી અભિનેત્રી રોના-લી શિમોન જે ફૌદા જેવા એક્શનથી ભરપૂર નાટકોમાં તેમની શક્તિશાળી ભૂમિકાઓ માટે જાણીતી છે, વૈશ્વિક સ્તરે જાણીતી ઇટાલિયન મોડેલ અને કેન્સર સર્વાઇવર બિઆન્કા બાલ્ટી અને ભૂતપૂર્વ જર્મન ફૂટબોલર અને વિશ્વ ચેમ્પિયન એરિયન હિંગ્સ્ટ - જેમણે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવવા માટે વ્યક્તિગત અથવા વ્યાવસાયિક પડકારોનો સામનો કર્યો છે.

આ પડકારોથી પીછેહઠ કરવાને બદલે, વક્તાઓએ તેનો ઉપયોગ આગળ વધવા અને નવો માર્ગ બનાવવાની તક તરીકે કર્યો હતો. વેવ્ઝ 2025 એ એવા લોકોની ઉજવણી કરવા વિશે છે, જેઓ મુશ્કેલ અનુભવોને શક્તિમાં ફેરવે છે અને તેમની યાત્રાનો ઉપયોગ અન્ય લોકોને પ્રેરણા આપવા માટે કરે છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે હિંમત, પરિવર્તન અને નેતૃત્વનું સન્માન કરે છે. ખાસ કરીને એવા લોકો દ્વારા જે સામાજિક અવરોધો તોડે છે અથવા મુશ્કેલ પરિસ્થિતિઓથી ઉપર ઉઠે છે.

કાર્યક્રમ દરમિયાન એરિયન હિંગ્સ્ટે પુરુષ-પ્રભુત્વ ધરાવતી રમતમાં એક વ્યાવસાયિક ફૂટબોલર તરીકેની પોતાની સફર શેર કરી. તેણીએ વિશ્વ ચેમ્પિયન બનવા માટે લૈંગિક પૂર્વગ્રહને દૂર કરવા અને રમતગમતમાં ન્યાયીતા અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે હવે તે કેવી રીતે પોતાનો અવાજ વાપરે છે તે વિશે વાત કરી હતી. તેણીએ પુરુષોની સરખામણીમાં મહિલા ફૂટબોલ માટે મીડિયા કવરેજ અને યોગ્ય પ્લેટફોર્મના અભાવ પર પ્રકાશ પાડ્યો અને મહિલા ખેલાડીઓ માટે સમાન તકો અને માન્યતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પેનલ ચર્ચાના ભાગરૂપે, વૈશ્વિક સ્તરે જાણીતી મોડેલ અને કેન્સર સર્વાઈવર બિઆન્કા બાલ્ટીએ તેમની શક્તિશાળી વાર્તા શેર કરી હતી. જેમાં તેમની સ્થિતિસ્થાપકતા અને સ્વસ્થ થયા પછી કામ પર પાછા ફરવાની વાર્તા કહી હતી. તેણીએ મોડેલિંગ ઉદ્યોગમાં જેન્ડર વચ્ચે વેતન તફાવત વિશે વાત કરી અને નિર્દેશ કર્યો કે સ્ત્રી મોડેલોને ઘણીવાર તેમના પુરુષ સમકક્ષો કરતાં ઓછો પગાર મળે છે અને પુરુષોને હજુ પણ મીડિયામાં વધુ કવરેજ મળે છે. બિઆન્કાએ ભાર મૂક્યો કે મીડિયાની વાસ્તવિક શક્તિ, ખાસ કરીને સોશિયલ મીડિયા, પરિવર્તન લાવવાની તેની ક્ષમતામાં રહેલી છે. તે સાંભળ્યા વગરના અવાજો ઉઠાવવામાં, અસમાનતાને પડકારવામાં અને ખાસ કરીને મહિલાઓ માટે વાજબી પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.

આ કાર્યક્રમ દરમિયાન, રોના-લી સિમોને ભાર મૂક્યો કે WAVES વાર્તાકારોને વાર્તાઓ બદલવા અને લોકોને એકસાથે લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે સિનેમામાં નવી તકો ઊભી કરવા માટે મહિલાઓના એકત્ર થવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમને બહાદુર બનવા, એકબીજાને ટેકો આપવા અને પરિવર્તન માટે ઊભા રહેવાથી ડરવાનું નહીં તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેણીએ એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા આ ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે મહિલાઓને તેમનો અવાજ અને વાર્તાઓ શેર કરવાની શક્તિ આપે છે. પડદા પર પોતાની મજબૂત અને ગતિશીલ ભૂમિકાઓ માટે જાણીતી, રોના-લી મનોરંજન ઉદ્યોગમાં સ્ટીરિયોટાઇપ્સને તોડવાનું ચાલુ રાખે છે અને પુરવાર કરે છે કે તાકાત, ક્રિયા અને ઊંડાણ જેન્ડર દ્વારા વ્યાખ્યાયિત નથી.

દરેક વક્તા એ વ્યક્તિગત અથવા વ્યાવસાયિક અવરોધોનો સામનો કર્યો છે અને તેમના દ્વારા વ્યાખ્યાયિત થવાને બદલે, તેમણે તે ક્ષણોનો ઉપયોગ તેમની વાર્તા ફરીથી લખવા માટે કર્યો છે. એવા વ્યક્તિઓની ઉજવણી કરવી જેઓ ફક્ત પડકારોનો સામનો જ નથી કરી રહ્યા, પરંતુ તેમને પરિવર્તન અને પ્રેરણા માટેના પ્લેટફોર્મમાં ફેરવી રહ્યા છે, WAVES 2025નો ઉદ્દેશ્ય આ કરવાનો છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


Release ID: (Release ID: 2126057)   |   Visitor Counter: 25