સંસ્કૃતિ મંત્રાલય
સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ આર્કિયોલોજી (CABA)ની 38મી બેઠક 23 એપ્રિલના રોજ ભારત મંડપમ ખાતે યોજાશે
Posted On:
22 APR 2025 11:31AM by PIB Ahmedabad
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ (CABA)ની 38મી બેઠકનું આયોજન બુધવાર, 23 એપ્રિલના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કરશે.
પુરાતત્વીય સંશોધન માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને ભારતીય યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્ય સરકારો વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારત સરકાર દ્વારા 1945માં આ બોર્ડની રચના કરવામાં આવી હતી.
દર ત્રણ વર્ષે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, જે CABAના અધ્યક્ષ પણ છે તેમની મંજૂરી પછી ગેઝેટ સૂચના દ્વારા બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવે છે.
CABAની 37મી બેઠક 14.06.2022ના રોજ ભારત સરકારના તત્કાલીન સંસ્કૃતિ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
CABAની 38મી બેઠકમાં સલાહકાર બોર્ડના સભ્યો તરફથી મળેલા પ્રસ્તાવો/સૂચનોની ચર્ચા કરવામાં આવશે અને છેલ્લી બેઠક દરમિયાન પ્રસ્તાવો/સૂચન પર લેવામાં આવેલી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવશે.
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2123384)
Visitor Counter : 33