ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકાર ડ્રગ નેટવર્કને નિર્દયતાથી ખતમ કરી રહી છે


ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાના સતત પ્રયાસોમાં, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક ₹1800 કરોડની કિંમતના 300 કિલો માદક દ્રવ્યો જપ્ત કરીને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે

દરિયામાં આ કામગીરી મોદી સરકારના ડ્રગ્સની દુરૂપયોગની દુષ્ટતાને જડમૂળથી નાબૂદ કરવાના સર્વાંગી અભિગમની સફળતાનું એક ચમકતું ઉદાહરણ છે

ગૃહમંત્રીએ આ ભવ્ય સફળતા માટે ગુજરાત પોલીસ ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડને બિરદાવ્યા

Posted On: 14 APR 2025 12:35PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર ડ્રગ્સ નેટવર્કને નિર્દયતાથી જડમૂળથી ઉખેડી રહી છે.

'X' પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, "ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાના સતત પ્રયાસોમાં, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક ₹1800 કરોડની કિંમતના 300 કિલો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. દરિયામાં આ કામગીરી મોદી સરકારના માદક દ્રવ્યોની દુષ્ટતાને જડમૂળથી ઉખેડી નાખવાના સર્વાંગી અભિગમની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. હું આ મહાન સફળતા માટે ગુજરાત પોલીસ ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની પ્રશંસા કરું છું."

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2121553) Visitor Counter : 59