રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

લોકોમોટિવ પ્રોડક્શનમાં નવું સિમાચિહ્ન: ભારતે નાણાકીય વર્ષ 2024-25 માટે 1,681 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડ્યા


ઉત્પાદનમાં 19%નો વધારો; નાણાકીય વર્ષ 2024-25માં 1681 લોકોમોટિવ, નાણાકીય વર્ષ 2023-24માં 1472 કરતા 209 વધુ

'મેક ઇન ઇન્ડિયા'થી વૃદ્ધિ થઈ: છેલ્લા 10 વર્ષમાં લોકોમોટિવ ઉત્પાદન 9168 સુધી વધ્યું, વાર્ષિક સરેરાશ બમણી 917 થઈ

Posted On: 02 APR 2025 4:55PM by PIB Ahmedabad

ભારત રેલવે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે અને  નાણાકીય વર્ષ 2024-25માં 1,681 લોકોમોટિવ્સનું વિક્રમી ઉત્પાદન હાંસલ કર્યું છે. આ સિમાચિહ્ન અમેરિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા પ્રદેશોના કુલ લોકોમોટિવ ઉત્પાદનને વટાવી ગયું છે અને વૈશ્વિક રેલવે ક્ષેત્રમાં ભારતના વધતા જતા પ્રભુત્વની પુષ્ટિ કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Z43X.jpg

ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિવિધ કેટેગરીમાં 1,681 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં ઉત્પાદિત 1,472 લોકોમોટિવ્સની તુલનામાં 209 લોકોમોટિવ્સ અથવા 19 ટકાનો વધારો દર્શાવે છે. આ રેકોર્ડ બ્રેકિંગ ઉત્પાદન દેશમાં લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ માટે અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન છે, જે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વધારવામાં તમામ એકમોની નોંધપાત્ર સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે.

લોકોમોટિવ ઉત્પાદનમાં સતત વધારો એ "મેક ઇન ઇન્ડિયા" પહેલને મજબૂત કરવા માટે લેવામાં આવેલા વ્યૂહાત્મક નિર્ણયોનું સીધું પરિણામ છે. 2004 અને 2014ની વચ્ચે, ભારતે કુલ 4,695 લોકોમોટિવ્સનું ઉત્પાદન કર્યું હતું, જેની રાષ્ટ્રીય વાર્ષિક સરેરાશ 470 હતી. તેનાથી વિપરીત, 2014 થી 2024 સુધીમાં, લોકોમોટિવ ઉત્પાદનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 9,168 લોકોમોટિવ્સનું ઉત્પાદન થયું હતું, જે વાર્ષિક સરેરાશ વધીને આશરે 917 થઈ ગઈ હતી.

નાણાકીય વર્ષ 2024-25 માં, ભારતીય રેલ્વેએ તેના ઉત્પાદન એકમોમાં 1,681 લોકોમોટિવ્સનું રેકોર્ડ ઉત્પાદન હાંસલ કર્યું છે. આ ઉત્પાદનનું વિતરણ નીચે મુજબ કરવામાં આવ્યું હતું: ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સે 700 લોકોમોટિવ્સનું ઉત્પાદન કર્યું હતું, બનારસ લોકોમોટિવ વર્ક્સે 477, પટિયાલા લોકોમોટિવ વર્ક્સે 304 લોકોમોટિવ્સ અને 100 લોકોમોટિવ્સનું ઉત્પાદન મધેપુરા અને મારહોરા એકમોમાં કર્યું હતું.

દેશમાં ઉત્પાદિત મોટાભાગના લોકોમોટિવ્સ માલવાહક ટ્રેનો માટે હતા. નાણાકીય વર્ષ 2024-25માં ઉત્પાદિત 1,681 લોકોમોટિવ્સમાંથી, બ્રેકડાઉન નીચે મુજબ છે:

  • WAG-9/9H લોકોમોટિવ્સ: 1,047
  • WAG-9HH લોકોમોટિવ્સ: 7
  • WAG-9 Twin લોકોમોટિવ્સ: 148
  • WAP-5 લોકોમોટિવ્સ: 2
  • WAP-7 લોકોમોટિવ્સ: 272
  • NRC લોકોમોટિવ્સ: 5
  • WAG-12B લોકોમોટિવ્સ: 100
  • WDG 4G/6G લોકોમોટિવ્સ: 100

AP/IJ/GP/JD


(Release ID: 2117979) Visitor Counter : 80