માહિતી અને પ્રસારણ મંત્રાલય

વેવ્સ ઓટીટી ભારતમાં ડીએફબી-પોકલ સેમિ-ફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલેને લાઇવ સ્ટ્રીમ કરશે, જે ચાહકોને વિશ્વ-કક્ષાની ફૂટબોલ એક્શન આપશે


વેવ્સ ઓટીટીએ ભારતીય ચાહકો માટે એક્સક્લુઝિવ સ્પર્ધા શરૂ કરી: ડીએફબી-પોકલ ફાઇનલ માટે જર્મનીની સફર જીતી

ભારત-જર્મની ફૂટબોલ ભાગીદારી મજબૂત: ડીએફબી-પ્રસાર ભારતી કરારથી 20 યુવા ભારતીય ફૂટબોલરો માટે જર્મનીમાં તાલીમ લેવાનો માર્ગ મોકળો થયો

Posted On: 19 MAR 2025 7:01PM by PIB Ahmedabad

ભારતમાં ફૂટબોલ ચાહકોને રોમાંચક સમાચાર મળ્યા છે કારણ કે ડીએફબી-પોકલ સાથે ભાગીદારીમાં વેવ્સ ઓટીટી 2જી અને 3જી એપ્રિલના રોજ સેમિ-ફાઇનલ મેચોનું જીવંત પ્રસારણ કરશે, ત્યારબાદ 24 મે, 2025ના રોજ ગ્રાન્ડ ફિનાલે યોજાશે. ભારત અને જર્મની વચ્ચેના ફૂટબોલ સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રસાર ભારતી અને ડીએફબીએ ફૂટબોલની વધુ સામગ્રી ભારતમાં લાવવા અને અંડર-17 ટેલેન્ટ સર્ચ ટુર્નામેન્ટ શરૂ કરવા માટે મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ભારતના 20 યુવા ખેલાડીઓને જર્મનીમાં તાલીમ લેવાની તક મળશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001J29Z.jpg

પ્રસાર ભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, "ડીએફબી સાથેનું આ જોડાણ ભારતીય પ્રેક્ષકો માટે ટોચની કક્ષાની ફૂટબોલ એક્શન લાવે છે એટલું જ નહીં, પરંતુ આપણા યુવા ફૂટબોલરો માટે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન મેળવવા માટેના દરવાજા પણ ખોલે છે. તળિયાના વિકાસ સાથે ઉચ્ચ-ગુણવત્તાની સામગ્રીને સંકલિત કરીને, અમે ભારતમાં મજબૂત ફૂટબોલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને અમારા યુવાનોને અભૂતપૂર્વ વૈશ્વિક તકો પ્રદાન કરી રહ્યા છીએ."

ડીએફબી જીએમબીએચ એન્ડ કંપની કેજીના મેનેજિંગ ડિરેક્ટર ડો. હોલ્ગર બ્લાસ્કએ ઉમેર્યું હતું કે, "પ્રસાર ભારતી સાથેના આ અભૂતપૂર્વ સહકારથી અમે અત્યંત ગર્વ અને ઉત્સાહિત છીએ. વેવ્સ અને ડીડી સ્પોર્ટ્સ મારફતે તેમની અપ્રતિમ ફ્રી ટુ એર પહોંચ ડીએફબી-પોકલનું લોકશાહીકરણ કરવાની ડીએફબીની વ્યૂહરચનાનો પાયો નાખે છે. તેના ખરેખર મહત્વાકાંક્ષી પાત્ર અને  ડેવિડ વિરુદ્ધ ગોલિયાથની ક્ષણો સાથે ડીએફબી-પોકલ ભારતીય ફૂટબોલ ચાહકોને સંપૂર્ણ રીતે બંધ બેસે છે. "

ભારત-જર્મન ફૂટબોલ સંબંધોને મજબૂત બનાવવાના એક સીમાચિહ્નરૂપ પગલામાં, ડીએફબી અને પ્રસાર ભારતી વચ્ચે વિનિમયના એક પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનાથી ભારતની વૈશ્વિક કક્ષાની ફૂટબોલ સામગ્રી સુધીની પહોંચમાં વધારો થયો હતો. આ જોડાણથી ભારત વ્યાપી અંડર-17 ટેલેન્ટ સર્ચ ટુર્નામેન્ટનો માર્ગ પણ મોકળો થશે, જેમાં 20 આશાસ્પદ યુવા ખેલાડીઓની જર્મનીમાં વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવશે. જેની સુવિધા ડીએફબી અને તેના ભાગીદાર બ્રાન્ડ નેક્સ્ટ દ્વારા આપવામાં આવશે.

ઉત્તેજનામાં વધારો કરતા, એક વિશિષ્ટ સ્પર્ધા શરૂ કરવામાં આવે છે. જે બે નસીબદાર ભારતીય ચાહકોને બર્લિનમાં ડીએફબી-પોકલ ફાઇનલ માટે જર્મનીની તમામ ખર્ચ-ચૂકવણીની સફર જીતવાની જીવનભરની એક વખત તક આપે છે.  ભાગ લેનારાઓએ વેવ્સ ઓટીટી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, ડીએફબી-પોકલ સેમિ-ફાઇનલ મેચ જોવી પડશે અને સરળ પ્રશ્નોના જવાબ આપવા પડશે. વિજેતાની જાહેરાત આખરી સેમિ ફાઈનલ મેચ દરમિયાન કરવામાં આવશે અને તેમને જર્મનીમાં રોમાંચક ફાઈનલને લાઈવ નિહાળવાની તક મળશે.

ફૂટબોલના શિક્ષણ અને પહોંચ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, વેવ્સ ઓટીટીમાં ડીએફબી-પોકલ ટ્યુટોરિયલ શ્રેણી પણ હશે, જે વપરાશકર્તાઓને ઐતિહાસિક આંતરદૃષ્ટિ, આર્કાઇવલ ફૂટેજ અને જર્મનીની પ્રતિષ્ઠિત નોકઆઉટ ટુર્નામેન્ટ વિશેની તેમની સમજને વધુ ગાઢ બનાવવા માટે નિષ્ણાત વિશ્લેષણ પ્રદાન કરશે.
DFB-પોકલ વિશે

ડીએફબી-પોકલ (ડ્યુશર ફૂટબોલ-બંડ પોકલ) એ જર્મનીની અગ્રણી ઘરેલુ ફૂટબોલ કપ સ્પર્ધા છે, જેનું આયોજન જર્મન ફૂટબોલ એસોસિએશન (ડીએફબી) દ્વારા કરવામાં આવ્યું છે.

AP/IJ/GP/JD


(Release ID: 2113040) Visitor Counter : 52