પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી લેક્સ ફ્રિડમેન સાથે પ્રેરક વાતચીતમાં જોડાયા
Posted On:
15 MAR 2025 7:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રખ્યાત પોડકાસ્ટર અને AI સંશોધક લેક્સ ફ્રિડમેન સાથે રસપ્રદ અને વિચારપ્રેરક વાતચીત કરી હતી. ત્રણ કલાક ચાલેલી આ ચર્ચામાં પ્રધાનમંત્રી મોદીનું બાળપણ, હિમાલયમાં વિતાવેલા તેમના શરૂઆતના વર્ષો અને જાહેર જીવનની તેમની સફર સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રખ્યાત AI સંશોધક અને પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેનો આ બહુપ્રતિક્ષિત ત્રણ કલાકનો પોડકાસ્ટ આવતીકાલે, 16 માર્ચ, 2025ના રોજ રિલીઝ થવાનો છે. લેક્સ ફ્રિડમેનએ આ વાતચીતને તેમના જીવનની "સૌથી શક્તિશાળી વાતચીતોમાંની એક" ગણાવી હતી.
આગામી પોડકાસ્ટ વિશે લેક્સ ફ્રિડમેનની X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ X પર લખ્યું;
“તે ખરેખર @lexfridman સાથે એક રસપ્રદ વાતચીત હતી, જેમાં મારા બાળપણ, હિમાલયમાં વિતાવેલા વર્ષો અને જાહેર જીવનની સફરની યાદ અપાવવા સહિત વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
ટ્યુન ઇન કરો અને આ સંવાદનો ભાગ બનો!”
AP/IJ/GP/JD
(Release ID: 2111537)
Visitor Counter : 44