વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
GeM પર 'SWAYATT' પહેલ પરિવર્તનશીલ પ્રભાવના 6 વર્ષની ઉજવણી કરે છે
મહિલા ઉદ્યમીઓ GeM પર નોંધાયેલા વિક્રેતાઓમાં 8% હિસ્સો ધરાવે છે
Posted On:
25 FEB 2025 2:44PM by PIB Ahmedabad
ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) એ 19 ફેબ્રુઆરી 2025ના રોજ તેના નવી દિલ્હી મુખ્યાલય (HQ) ખાતે સ્ટાર્ટઅપ્સ, મહિલા અને યુથ એડવાન્ટેજ થ્રુ ઈ-ટ્રાન્ઝેક્શન્સ (SWAYATT) પહેલના છ વર્ષની ઉજવણી કરી. 19 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરાયેલ, SWAYATTની કલ્પના જાહેર ખરીદીમાં મહિલા-આગેવાની હેઠળના સાહસો અને યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
સામાજિક સમાવેશના GeMના પાયાના સ્તંભમાં મૂળ ધરાવતું, SWAYATT એ પોર્ટલની વ્યવસાય કરવાની સરળતા વધારવા અને સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSE), સ્વ-સહાય જૂથો (SHG) અને યુવાનો, ખાસ કરીને સમાજના પછાત વર્ગના લોકો માટે વાર્ષિક જાહેર ખરીદી સાથે સીધા બજાર જોડાણો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા છે. શરૂઆતથી, આ પહેલ છેવાડાના વેચાણકર્તાઓને તાલીમ અને ઓનબોર્ડિંગની સુવિધા આપવા, મહિલા ઉદ્યોગસાહસિકતા વિકસાવવા અને સરકારી ખરીદીમાં ભાગીદારી અને નાના પાયાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.
આ પ્રસંગે GeMએ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) લેડિઝ ઓર્ગેનાઇઝેશન (FICCI-FLO) સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. જે 9,500થી વધારે મહિલા ઉદ્યોગસાહસિકોનું પ્રતિનિધિત્વ કરતી અખિલ ભારતીય ફોરમ છે. આ ભાગીદારીના માધ્યમથી, GeM મહિલા ઉદ્યોગસાહસિકોને વચેટિયાઓ વગર સીધા સરકારી ખરીદદારો અને સીધી સુલભતા પૂરી પાડવાનો ઇરાદો ધરાવે છે. જેથી ઉત્પાદનની વધુ સારી કિંમતો સુનિશ્ચિત થાય, અતિ-સ્થાનિક રોજગારીના સર્જનને વેગ મળે અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન મળે. તાલીમ, ઓનબોર્ડિંગ અને જોડાણોના પર્યાપ્ત માધ્યમોનો વિસ્તાર કરીને, આ જોડાણ સ્થાનિક વ્યવસાયોને સશક્ત બનાવવા, સર્વસમાવેશક આર્થિક વિકાસનું સર્જન કરવા, સ્પર્ધા વધારવા અને જાહેર ખર્ચમાં મૂલ્ય સંવર્ધનને વેગ આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે.
GeMના સીઇઓ શ્રી એલ સત્ય શ્રીનિવાસે માહિતી આપી હતી કે, ‘SWAYATT’ના લોન્ચિંગ સમયે, માત્ર 6300 મહિલાઓની આગેવાની હેઠળના સાહસો અને લગભગ 3400 સ્ટાર્ટઅપ્સ GeM પર ઓનબોર્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી, પ્લેટફોર્મ અનેકગણું વધ્યું છે."
"જાહેર ખરીદીમાં યોગ્ય ઇ-માર્કેટ લિન્કેજ મારફતે "બજારની સુલભતા", "ફાઇનાન્સની સુલભતા" અને "મૂલ્ય-સંવર્ધનની સુલભતા"ના પડકારોને પહોંચી વળતા, GeMએ સ્ટાર્ટઅપ્સને રૂ. 35,950 કરોડના ઓર્ડર્સ પૂરા કરવા સક્ષમ બનાવ્યા છે. મહિલા ઉદ્યોગસાહસિકો GeM પર કુલ વિક્રેતા આધારના 8 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં કુલ 1,77,786 ઉદ્યમ-વેરિફાઇડ મહિલા લઘુ અને નાના સાહસો (એમએસઇ) GeM પોર્ટલ પર નોંધાયેલા છે, જેમણે રૂ. 46,615 કરોડના સંચિત ઓર્ડર મૂલ્યને પૂરા કર્યા છે, એમ શ્રીનિવાસે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ફિક્કી – એફએલઓના પ્રેસિડન્ટ શ્રીમતી જોયશ્રી દાસ વર્માએ જણાવ્યું હતું કે, GeM જેવા ડિજિટલ પ્લેટફોર્મે કેવી રીતે મહિલા ઉદ્યોગસાહસિકો માટે તકોની સુલભતાનું લોકશાહીકરણ કર્યું છે. મૂલ્ય શૃંખલાના વિકાસ અને હિમાયત, પહોંચ અને ગતિશીલતા મારફતે મહિલાઓની આગેવાની હેઠળના એમએસઈને તકોમાં વધારો કરવા માટે આ જોડાણના મહત્વને પુનરાવર્તિત કરીને, તેમણે એસોસિએશનના સંલગ્ન સભ્યો વચ્ચે GeM પોર્ટલની પહોંચને વિસ્તારવા માટે અનિવાર્ય રીતે તાલીમ પર ભાર મૂક્યો હતો.
એક પાયાની પહેલ તરીકે પરિકલ્પિત ‘SWAYATT’માં આજે સમર્પિત લિસ્ટિંગ માટે "સ્ટાર્ટઅપ રનવે" અને "વુમનિયા" સ્ટોરફ્રન્ટ્સનો સમાવેશ થાય છે. જે સમગ્ર ભારત સરકારના લાખો ખરીદદારોમાં સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવાનોની વ્યાપક દૃશ્યતાને સુનિશ્ચિત કરે છે. પ્રવેશ અવરોધોને દૂર કરીને, GeM 29,000થી વધુ સ્ટાર્ટઅપ્સને GeM પ્લેટફોર્મ પર વ્યવસાયની તકો સાથે સશક્ત બનાવી રહ્યું છે.
પોર્ટલ પર ઉદ્યોગ અને આંતરિક વેપારના રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ વિભાગને ઓનબોર્ડ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે, GeM જાહેર ખરીદીમાં એક વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનવા માટે કટિબદ્ધ છે. છેવાડાનાં ગાળાની મહિલા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (એમએસઈ), એફપીઓ, એસએચજી, સ્ટાર્ટ અપ અને કોઓપરેટિવ્સ સાથે અર્થપૂર્ણ સહયોગ અને ક્ષમતા નિર્માણનાં પ્રયાસો મારફતે GeM પોર્ટલ પર મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા બમણી કરવાની અને દેશની સંપૂર્ણ ખરીદીમાં તેમના હિસ્સાની ટકાવારી વર્તમાન 3.78 ટકાથી વધારવાની કલ્પના કરે છે.
AP/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2106097)
Visitor Counter : 44