પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ માર્સેલીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું

Posted On: 12 FEB 2025 4:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, આજે માર્સેલીમાં નવા ખુલેલા ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે. ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રપતિ મેક્રોનની હાજરી એક ખાસ સંકેત હતો અને પ્રધાનમંત્રીએ તેમની ખૂબ પ્રશંસા કરી. કોન્સ્યુલેટમાં, બંને નેતાઓનું ભારતીય ડાયસ્પોરાના સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જેઓ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે એકઠા થયા હતા.

જુલાઈ 2023માં પ્રધાનમંત્રીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન માર્સેલીમાં કોન્સ્યુલેટ જનરલ ખોલવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. કોન્સ્યુલેટ જનરલ પાસે ફ્રાન્સના દક્ષિણમાં ચાર ફ્રેન્ચ વહીવટી પ્રદેશો, જેમ કે - પ્રોવેન્સ આલ્પ્સ કોટ ડી'અઝુર, કોર્સિકા, ઓક્સિટેની અને ઓવર્ગેન-રોન-આલ્પ્સ પર કોન્સ્યુલર અધિકારક્ષેત્ર હશે.

ફ્રાન્સનો આ પ્રદેશ વેપાર, ઉદ્યોગ, ઊર્જા અને વૈભવી પર્યટનનો પર્યાય છે અને ભારત સાથે નોંધપાત્ર આર્થિક, સાંસ્કૃતિક અને લોકોથી લોકો સુધીના સંબંધો ધરાવે છે. ફ્રાન્સના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નવા કોન્સ્યુલેટ જનરલ બહુપક્ષીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

AP/IJ/GP/JD


(Release ID: 2102352) Visitor Counter : 70