નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

"ભારતમાં ઉત્પાદન"ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવા માટે "રાષ્ટ્રીય ઉત્પાદન મિશન"ની જાહેરાત યુનિયન બજેટ 2025-26માં કરવામાં આવી


ફૂટવેર અને ચામડાના ક્ષેત્રો માટે એક નવી 'ફોકસ ઉત્પાદન યોજના', 22 લાખ વ્યક્તિઓ માટે રોજગાર ઉત્પન્ન કરવાની યોજના

ભારતને રમકડાં માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રમકડાં માટે રાષ્ટ્રીય કાર્ય યોજના

Posted On: 01 FEB 2025 1:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે "મેક ઇન ઇન્ડિયા"ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવા માટે "રાષ્ટ્રીય ઉત્પાદન મિશન"ની જાહેરાત કરી હતી. આ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યો માટે નીતિગત સહાયતા, અમલીકરણની રૂપરેખા, શાસન અને દેખરેખ માળખું પ્રદાન કરશે.

રાષ્ટ્રીય ઉત્પાદન મિશન પાંચ મુખ્ય ક્ષેત્રો એટલે કે વેપાર-વાણિજ્ય કરવાની સરળતા અને ખર્ચ પર ભાર મૂકશે. ઇન-ડિમાન્ડ નોકરીઓ માટે ભવિષ્યનું તૈયાર વર્કફોર્સ; એક વાઇબ્રન્ટ અને ગતિશીલ એમએસએમઇ ક્ષેત્ર; ટેકનોલોજીની ઉપલબ્ધતા; અને ગુણવત્તાસભર ઉત્પાદનો.

આ મિશન ક્લિન ટેક ઉત્પાદનને પણ ટેકો આપશે અને તેનો ઉદ્દેશ સ્થાનિક મૂલ્ય સંવર્ધનમાં સુધારો કરવાનો અને સોલાર પીવી સેલ, ઇવી બેટરી, મોટર્સ અને કન્ટ્રોલર્સ, ઇલેક્ટ્રોલાઇઝર્સ, વિન્ડ ટર્બાઇન, ખૂબ જ હાઇ વોલ્ટેજ ટ્રાન્સમિશન ઉપકરણો અને ગ્રિડ સ્કેલ બેટરીઓ માટે ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે, એમ કેન્દ્રીય નાણાં મંત્રીએ ઉમેર્યું હતું.

નાણાં મંત્રીએ શ્રમ ઘનિષ્ઠતાવાળા ક્ષેત્રો માટે પગલાંની રૂપરેખા પણ આપી હતી અને ઉમેર્યું હતું કે, સરકાર શ્રમ-ઘનિષ્ઠતાવાળા ક્ષેત્રોમાં રોજગારી અને ઉદ્યોગસાહસિકતાની તકોને પ્રોત્સાહન આપવા માટે ચોક્કસ નીતિ અને સુવિધાયુક્ત પગલાં લેશે.

કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારતનાં ફૂટવેર અને ચર્મ ક્ષેત્રની ઉત્પાદકતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા વધારવા માટે એક કેન્દ્રિત ઉત્પાદન યોજના અમલમાં મૂકવામાં આવશે. કેન્દ્રીય નાણાં મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, આ યોજના ડિઝાઇન ક્ષમતા, કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ અને નોન-લેધર ક્વોલિટી ફૂટવેરના ઉત્પાદન માટે જરૂરી મશીનરી ઉપરાંત ચામડાના ફૂટવેર અને ઉત્પાદનો માટે ટેકો આપશે. આ યોજનાથી 22 લાખ લોકોને રોજગારીની સુવિધા મળશે, રૂ. 4 લાખ કરોડનું ટર્નઓવર થશે અને રૂ. 1.1 લાખ કરોડથી વધારેની નિકાસ થશે એવી અપેક્ષા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QEJP.jpg

 

કેન્દ્રીય મંત્રીએ ભારતને રમકડાં માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રમકડાં માટે રાષ્ટ્રીય કાર્ય યોજના લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ યોજના ક્લસ્ટર્સ, કૌશલ્યો અને ઉત્પાદન ઇકોસિસ્ટમનાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, વિશિષ્ટ, નવીન અને સ્થાયી રમકડાંનું સર્જન કરશે, જે 'મેડ ઇન ઇન્ડિયા' બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MXUB.jpg

ખાદ્યાન્ન પ્રસંસ્કરણ માટે સમર્થનના મોરચે કેન્દ્રીય નાણાં મંત્રીએ સરકારની 'પૂર્વોદય' પ્રત્યેની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સંસ્થા સંપૂર્ણ પૂર્વીય વિસ્તારમાં ખાદ્ય પ્રસંસ્કરણની પ્રવૃત્તિઓને મજબૂત વેગ આપશે. આને પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થશે, જેનાં પરિણામે ખેડૂતોનાં ઉત્પાદનમાં મૂલ્ય સંવર્ધન થશે તથા યુવાનો માટે કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો વધશે.

AP/IJ/GP/JD


(Release ID: 2098557) Visitor Counter : 45