પ્રધાનમંત્રીનું કાર્યાલય
આજે રાષ્ટ્રીય કન્યા દિવસ પર અમે કન્યાઓને સશક્ત બનાવવા અને તેમના માટે વિશાળ શ્રેણીની તકો સુનિશ્ચિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
24 JAN 2025 8:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય કન્યા દિવસ પર, કન્યાઓને સશક્ત બનાવવા અને તેમના માટે વિશાળ શ્રેણીની તકો સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
X ના એક થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
"આજે રાષ્ટ્રીય કન્યા દિવસ પર, અમે કન્યાઓને સશક્ત બનાવવા અને તેમના માટે વિશાળ શ્રેણીની તકો સુનિશ્ચિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. ભારતને તમામ ક્ષેત્રોમાં કન્યાઓની સિદ્ધિઓ પર ગર્વ છે. તેમના પરાક્રમો આપણને બધાને પ્રેરણા આપે છે."
"અમારી સરકારે શિક્ષણ, ટેક્નોલોજી, કૌશલ્ય, આરોગ્યસંભાળ વગેરે જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેણે કન્યાઓને સશક્ત બનાવવામાં ફાળો આપ્યો છે. કન્યાઓ સાથે કોઈ ભેદભાવ ન થાય તેની ખાતરી કરવા માટે અમે સમાન રીતે કટિબદ્ધ છીએ."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2095669)
મુલાકાતી સંખ્યા : 146
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam