ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહારિતા મંત્રી શ્રી અમિત શાહે જમ્મુનાં રાજૌરી જિલ્લામાં મૃત્યુનાં કારણો શોધવા માટે આંતર-મંત્રીમંડળની ટીમ બનાવવાનો આદેશ આપ્યો

Posted On: 18 JAN 2025 7:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહારિતા મંત્રી શ્રી અમિત શાહે જમ્મુનાં રાજૌરી જિલ્લામાં છેલ્લા છ અઠવાડિયામાં થયેલી 3 ઘટનાઓમાં થયેલા મૃત્યુનાં કારણો શોધવા માટે અસરગ્રસ્ત ગામની મુલાકાત કરવા માટે ગૃહ મંત્રાલયનાં નેતૃત્વમાં એક આંતર-મંત્રીમંડળની ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે.

આ ટીમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કૃષિ મંત્રાલય, રસાયણ અને ખાતર મંત્રાલય અને જળ સંસાધન મંત્રાલયનાં નિષ્ણાતોનો સમાવેશ થશે. તેમાં પશુપાલન, ખાદ્ય સુરક્ષા અને ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓનાં નિષ્ણાતો પણ મદદ કરશે.

આ ટીમ 19 જાન્યુઆરીએ જશે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને તાત્કાલિક રાહત પૂરી પાડવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સાવચેતીના પગલાં લેવાનું પણ કામ કરશે.

દેશની કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં નિષ્ણાતોને પરિસ્થિતિનું સંચાલન કરવા અને મૃત્યુનાં કારણભૂત પરિબળોને સમજવા માટે મોકલવામાં આવ્યા છે.

AP/IJ/GP/JD


(Release ID: 2094180) Visitor Counter : 38