પ્રધાનમંત્રીનું કાર્યાલય
સમૃદ્ધિ અને યુવા સશક્તીકરણ તરફની આ સફરમાં આગળ વધતાં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાંથી મળેલી જાણકારી મૂલ્યવાન છે: પ્રધાનમંત્રી
Posted On:
16 JAN 2025 6:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાં ડિજિટલ સ્કીલ્સ માટે ભારત કેનેડા અને જર્મનીથી આગળ બીજા ક્રમે હોવાથી ખુશી વ્યક્ત કરી છે. "આ જોઈને આનંદ થાય છે! છેલ્લા દાયકામાં, અમારી સરકારે આપણા યુવાનોને એવા કૌશલ્યોથી સજ્જ કરીને મજબૂત બનાવવા પર કામ કર્યું છે જે તેમને આત્મનિર્ભર બનવા અને સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવે છે", શ્રી મોદીએ ટિપ્પણી કરી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે સમૃદ્ધિ અને યુવા સશક્તીકરણ તરફની આ સફરમાં આગળ વધતાં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાંથી મળેલી જાણકારી મૂલ્યવાન છે.
QS Quacquarelli Symonds Ltd ના CEO અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી Nunzio Quacquarelli ને જવાબ આપતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આ જોઈને આનંદ થાય છે!
છેલ્લા દાયકામાં, અમારી સરકારે આપણા યુવાનોને એવા કૌશલ્યોથી સજ્જ કરીને મજબૂત બનાવવા પર કામ કર્યું છે જે તેમને આત્મનિર્ભર બનવા અને સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવે છે. અમે ભારતને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું કેન્દ્ર બનાવવા માટે ટેકનોલોજીની શક્તિનો પણ ઉપયોગ કર્યો છે.
સમૃદ્ધિ અને યુવા સશક્તીકરણ તરફની આ સફરમાં આગળ વધતાં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાંથી મળેલી જાણકારી મૂલ્યવાન છે."
AP/IJ/GP/JD
(Release ID: 2093585)
Visitor Counter : 26