પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં


ભારતીય સેના દ્રઢ નિશ્ચય, વ્યાવસાયિકતા અને સમર્પણનું પ્રતીક છે: પ્રધાનમંત્રી

અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 15 JAN 2025 9:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતીય સેના દ્રઢ નિશ્ચય, વ્યાવસાયિકતા અને સમર્પણનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું કે, "અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે અનેક સુધારાઓ કર્યા છે અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે".

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આજે આર્મી ડે પર આપણે ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કરીએ છીએ, જે આપણા રાષ્ટ્રની સુરક્ષાના રક્ષક તરીકે ઉભી છે. આપણે તે બહાદુરોના બલિદાનને પણ યાદ કરીએ છીએ જેઓ દરરોજ કરોડો ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે."

"ભારતીય સેના દ્રઢ સંકલ્પ, વ્યાવસાયીકરણ અને સમર્પણનું પ્રતીક છે. આપણી સરહદોનું રક્ષણ કરવા ઉપરાંત, આપણી સેનાએ કુદરતી આફતો દરમિયાન માનવતાવાદી મદદ પૂરી પાડવામાં પણ પોતાની એક છાપ છોડી છે."

"અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. વર્ષોથી અમે ઘણા સુધારાઓ રજૂ કર્યા છે અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવનારા સમયમાં પણ આ યથાવત રહેશે."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2092972) आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam