પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો


ડૉ. સિંહનું જીવન ભવિષ્યની પેઢીઓને શીખવે છે કે કેવી રીતે વિપરીત પરિસ્થિતિઓમાંથી બહાર આવીને મહાન ઊંચાઈ હાંસલ કરી શકાય: પ્રધાનમંત્રી

ડૉ. સિંહને હંમેશા એક દયાળુ વ્યક્તિ, એક વિદ્વાન અર્થશાસ્ત્રી અને સુધારાને સમર્પિત નેતા તરીકે યાદ કરવામાં આવશે: પ્રધાનમંત્રી

ડૉ. સિંહની વિશિષ્ટ સંસદીય કારકિર્દી તેમની નમ્રતા, સૌમ્યતા અને બુદ્ધિમત્તા દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી: પ્રધાનમંત્રી

ડો. સિંહ હંમેશા પક્ષના રાજકારણથી ઉપર ઉઠીને તમામ પક્ષોના લોકો સાથે સંપર્ક જાળવી રાખતા હતા અને દરેક માટે સરળતાથી ઉપલબ્ધ રહેતા હતા: પ્રધાનમંત્રી

Posted On: 27 DEC 2024 11:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીથી એક વીડિયો સંદેશમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે ડો. સિંહનું નિધન રાષ્ટ્ર માટે એક મોટી ખોટ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી અને વિભાજન દરમિયાન ભારત આવ્યા પછી ઘણું ગુમાવ્યું હોવા છતાં ડૉ. સિંહ એક સફળ વ્યક્તિ હતા. તેમણે વધુમાં કહ્યું કે ડૉ.સિંહનું જીવન ભાવિ પેઢીઓને શીખવે છે કે કેવી રીતે વિપરીત પરિસ્થિતિઓમાંથી ઉપર ઊઠીને મહાન ઊંચાઈઓ હાંસલ કરી શકાય છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડૉ. સિંહને હંમેશા એક દયાળુ વ્યક્તિ, એક વિદ્વાન અર્થશાસ્ત્રી અને સુધારાઓને સમર્પિત નેતા તરીકે યાદ કરવામાં આવશે અને તેમણે અર્થશાસ્ત્રી તરીકે વિવિધ સ્તરે ભારત સરકારમાં ડૉ. સિંહના અસંખ્ય યોગદાનો અંગે પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પડકારજનક સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે ડો. સિંહની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન શ્રી પી.વી.નરસિંહ રાવની સરકારમાં નાણા પ્રધાન તરીકે ડૉ. મનમોહન સિંહે દેશને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢીને એક નવા આર્થિક માર્ગે દોર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી તરીકે દેશના વિકાસ અને પ્રગતિમાં ડૉ. સિંહના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે લોકો અને દેશના વિકાસ પ્રત્યે ડૉ સિંહની પ્રતિબદ્ધતાને હંમેશા ઉચ્ચ સન્માન આપવામાં આવશે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ડૉ. સિંહનું જીવન તેમની પ્રામાણિકતા અને સાદગીનું પ્રતિબિંબ હતું. તેમણે ડૉ. સિંહની વિશિષ્ટ સંસદીય કારકિર્દીને તેમની નમ્રતા, સૌમ્યતા અને બુદ્ધિમત્તા દ્વારા ચિહ્નિત કરી હતી. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે આ વર્ષની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. સિંહના કાર્યકાળના અંતે પણ તેમણે ડૉ. સિંહના સમર્પણની પ્રશંસા કરતા તેમણે તમામ લોકો માટે પ્રેરણાદાયક ગણાવ્યા હતા. તેમના શારીરિક પડકારો હોવા છતાં, ડૉ. સિંહે વ્હીલચેર પર બેસીને મહત્વપૂર્ણ સત્રોમાં ભાગ લીધો અને પોતાની સંસદીય ફરજો પૂરી કરી હતી.

***

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2088311) Visitor Counter : 46