સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 25 ડિસેમ્બર, બુધવારના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક રાષ્ટ્રીય પરિષદમાં 10,000થી વધુ એમ-પીએસીએસ, ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે
શ્રી અમિત શાહ નવી રચાયેલી સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) અને માઇક્રો એટીએમનું વિતરણ કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલય દરેક પંચાયતમાં સહકારી મંડળીઓની સ્થાપના સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી સ્થાનિક સ્તરે વિકાસ અને આત્મનિર્ભરતા માટે તકો ઉપલબ્ધ થશે
નવી રચાયેલી એમ-પેક્સ ગ્રામીણ વિસ્તારોમાં આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તીકરણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
એમ-પીએસીએસ માત્ર નાણાકીય સેવાઓ જ પૂરી પાડશે નહીં, પરંતુ ગ્રામીણ સમુદાયોને એકસાથે આવવા અને સાથે મળીને કામ કરવા માટે એક મંચ પણ પ્રદાન કરશે
આ પરિષદમાં ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોની આજીવિકાને સ્થિર કરવાની તક પર પણ ચર્ચા કરવામાં આવશે. તેમને આવકના વધારાના સ્ત્રોત પૂરા પડાશે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન અપાશે
Posted On:
24 DEC 2024 3:16PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બુધવારે 25 ડિસેમ્બર, 25 ડિસેમ્બર, 2000ના રોજ નવી સ્થપાયેલી 10,000થી વધારે નવનિર્મિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (એમ-પીએસીએસ), ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ દેશને અર્પણ કરશે. શ્રી અમિત શાહ નવી રચાયેલી સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) અને માઇક્રો એટીએમનું વિતરણ કરશે. આ નાણાકીય સાધનો પંચાયતોમાં ધિરાણ સેવાઓની સરળ સુલભતા પ્રદાન કરવા અને નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ગ્રામીણ વસ્તીને વિવિધ યોજનાઓમાંથી લાભ લેવા અને રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં ભાગ લેવા સક્ષમ બનાવે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી તથા પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ સહિત કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભવો ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલય દરેક પંચાયતમાં સહકારી મંડળીઓની સ્થાપના સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે, જેથી સ્થાનિક વિકાસ અને આત્મનિર્ભરતા માટે તકોનું સર્જન થઈ શકે.
નવા એમ-પીએસીએસની રચના ગ્રામીણ વિસ્તારોમાં સહકારી સંસ્થાઓના વિકાસને પ્રોત્સાહન આપશે. નવી સ્થપાયેલી બહુહેતુક પીએસીએસમાં ક્રેડિટ સોસાયટીઓ, ડેરી સહકારી મંડળીઓ અને મત્સ્યપાલન સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સહકારી મંડળીઓ મારફતે સ્થાનિક સમુદાયો, ખાસ કરીને મહિલા-સંચાલિત પંચાયતોને સશક્ત બનાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે. નવી સ્થાપિત એમ-પીએસીએસ ગ્રામીણ વિસ્તારોમાં સ્વનિર્ભરતા અને આર્થિક સશક્તીકરણને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
આ સોસાયટીઓ માત્ર નાણાકીય સેવાઓ જ પ્રદાન કરશે નહીં, પરંતુ ગ્રામીણ સમુદાયોને એક સાથે આવવા અને સહયોગથી કાર્ય કરવા માટે એક મંચ તરીકે પણ સેવા આપશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તાજેતરમાં ત્રિપુરાની તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, પૂર્વોત્તર સહિત દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા પર નોંધપાત્ર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શ્રી શાહ માને છે કે, સહકારી ક્ષેત્ર એ ભારતનાં ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને નાણાકીય સર્વસમાવેશકતા, ગ્રામીણ કૃષિ અને કુટિર ઉદ્યોગોનો વિકાસ, રોજગારીનું સર્જન તથા સંપૂર્ણ પણે મહિલાઓ અને સમાજનાં સશક્તીકરણ માટે મુખ્ય પ્રેરકબળ તરીકે કામ કરે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ જુલાઈ, 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ બાબત સહકારી ક્ષેત્રની પાયાની સંસ્થા પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ)ને પુનર્જીવિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
પેક્સને આર્થિક ટેકો પૂરો પાડવા માટે, નવા મોડેલ બાય-લો રજૂ કરવામાં આવ્યા છે, અને તેમની પ્રવૃત્તિઓ તેમની સધ્ધરતા અને ટકાઉપણાને સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "સહકાર સે સમૃદ્ધિ"ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં દરેક પંચાયતમાં એક સહકારી સંસ્થા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
આ માટે સપ્ટેમ્બર, 2024માં મલ્ટિપર્પઝ પેક્સ (એમ-પેક્સ)ની રચના માટે 'માર્ગદર્શિકા' બહાર પાડવામાં આવ્યું હતું. આ માર્ગદર્શિકાની રચના દેશભરમાં સ્થાપિત થનારી બે લાખ નવી એમ-પીએસીએસની અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં નવી રચાયેલી 10,496 મલ્ટિપર્પઝ પીએસીએસ, ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓમાંથી 3,523 એમ-પીએસીએસ અને 6,288 ડેરી સહકારી મંડળીઓની નોંધણી કરવામાં આવી છે. આ ઉપરાંત 685 નવી મત્સ્યપાલન સહકારી મંડળીઓની નોંધણી પણ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય પરિષદમાં દેશભરમાંથી આશરે 1,200 પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં એમ-પેક્સ, ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ સામેલ છે. તેમાં એમ-પેક્સનાં 400, સહકારી ડેરીઓનાં 700 અને મત્સ્યપાલન સહકારી મંડળીઓનાં 100 પ્રતિનિધિઓ સામેલ છે, જેમાં રાજ્ય સરકારો, સહકાર મંત્રાલય અને વિવિધ સંબંધિત સંસ્થાઓનાં અધિકારીઓ સામેલ છે.
આ પરિષદ નવી રચાયેલી સહકારી મંડળીઓની કાર્યકારી ક્ષમતાઓને વધારવા માટેની વ્યૂહરચનાની ચર્ચા કરવા માટેના મંચ તરીકે સેવા આપશે. આ ઉપરાંત, તે ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોની આજીવિકાને સ્થિર કરવાની, તેમને આવકના વધારાના સ્ત્રોતો પ્રદાન કરવાની અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની તક પર પણ વિચાર-વિમર્શ કરશે.
AP/IJ/GP/JD
(Release ID: 2087584)
Visitor Counter : 39
Read this release in:
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Odia
,
Kannada
,
Malayalam