પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું

प्रविष्टि तिथि: 21 NOV 2024 9:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ભારત અને ગુયાના વચ્ચે લાંબા સમયથી ચાલતા ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતા. તેમને દેશના સર્વોચ્ચ સન્માન માટે તેમણે ગુયાનાના લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત અને ગુયાના વચ્ચે ભૌગોલિક અંતર હોવા છતાં, વહેંચાયેલ વારસો અને લોકશાહીએ બંને રાષ્ટ્રોને એકબીજાની નજીક લાવ્યા છે. બંને દેશોના સહિયારા લોકતાંત્રિક સિદ્ધાંતો અને સમાન માનવ-કેન્દ્રિત અભિગમને રેખાંકિત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મૂલ્યોએ તેમને સર્વસમાવેશક માર્ગ પર આગળ વધવામાં મદદ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતનો ‘હ્યુમેનિટી ફર્સ્ટ’નો મંત્ર તેમને બ્રાઝિલમાં તાજેતરના G-20 સમિટ સહિત ગ્લોબલ સાઉથનો અવાજ વધારવા માટે પ્રેરિત કરે છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, ભારત વિશ્વબંધુ, વિશ્વના મિત્ર તરીકે માનવતાની સેવા કરવા માંગે છે, અને આ મુખ્ય વિચારે વૈશ્વિક સમુદાય તરફ તેમના અભિગમને આકાર આપ્યો છે જ્યાં તે નાના કે મોટા તમામ રાષ્ટ્રોને સમાન મહત્વ આપે છે.

પ્રધાનમંત્રીએ વધુ વૈશ્વિક પ્રગતિ અને સમૃદ્ધિ લાવવા માટે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રાધાન્ય આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે શિક્ષણ અને નવીનતાના ક્ષેત્રે બંને દેશો વચ્ચે વધુ આદાનપ્રદાન કરવાનો આગ્રહ કર્યો હતો જેથી કરીને યુવાનોની ક્ષમતાને સંપૂર્ણ રીતે સાકાર કરી શકાય. કેરેબિયન ક્ષેત્રને ભારતનો અડગ સમર્થન જણાવતા, તેમણે દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટની યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ અલીનો આભાર માન્યો હતો. ભારત-ગુયાનાના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે ગુયાના ભારત અને લેટિન અમેરિકન ખંડ વચ્ચે તકોનો સેતુ બની શકે છે. તેમણે ગુયાનાના મહાન પુત્ર શ્રી છેદી જગનને ટાંકીને તેમનું સંબોધન સમાપ્ત કર્યું, જેમણે કહ્યું હતું કે, "આપણે ભૂતકાળમાંથી શીખવું પડશે અને વર્તમાનમાં સુધારો કરવો પડશે અને ભવિષ્ય માટે મજબૂત પાયો તૈયાર કરવો પડશે." તેમણે ગુયાનાના સંસદ સભ્યોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2075922) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam