પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નોર્વેના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
Posted On:
19 NOV 2024 6:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રિયો ડી જાનેરોમાં G20 સમિટ અંતર્ગત નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી જોનાસ ગહર સ્ટોરે સાથે મુલાકાત કરી હતી.
બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભારત - યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન અને ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (ભારત-ઇએફટીએ-ટીઇપીએ) પર હસ્તાક્ષરને દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ જણાવતા બંને નેતાઓએ નોર્વે સહિત ઇએફટીએ દેશો સાથે ભારતમાં વધુમાં વધુ રોકાણ આકર્ષિત કરવા માટે તેના મહત્વની પુનઃ પુષ્ટિ કરી હતી.
દ્વિપક્ષીય ચર્ચાઓએ બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સ, જીઓ-થર્મલ એનર્જી, ગ્રીન શિપિંગ, કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS), ફિશરીઝ, સ્પેસ અને આર્ક્ટિક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2074493)
Visitor Counter : 21