પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઈસ્લામિક રિપબ્લિક ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 22 OCT 2024 10:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મી બ્રિક્સ સમિટની અંતર્ગત કઝાનમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયનને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના 9મા રાષ્ટ્રપતિ તરીકે તેમની પસંદગી પર અભિનંદન પાઠવ્યા. તેમણે બ્રિક્સ પરિવારમાં ઈરાનનું પણ સ્વાગત કર્યું. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ચાબહાર પોર્ટના લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર એ દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હોવાનું નોંધીને, બંને નેતાઓએ અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ અને પુનઃવિકાસ અને મધ્ય એશિયા સાથે વેપાર અને આર્થિક જોડાણો વધારવા માટે તેના મહત્વની પુનઃ પુષ્ટિ કરી.

નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત પ્રાદેશિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંઘર્ષના વિસ્તરણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને પરિસ્થિતિને ઓછી કરવા માટે ભારતની હાકલનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોની સુરક્ષા અને સંઘર્ષના ઉકેલમાં મુત્સદ્દીગીરીની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો.

નેતાઓ BRICS અને SCO સહિત વિવિધ બહુપક્ષીય મંચોમાં તેમનો સહયોગ ચાલુ રાખવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રમુખ પેઝેશ્કિયને આમંત્રણ સ્વીકાર્યું હતું.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2067257) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam