પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લાઓ રામાયણનું મંચન નિહાળ્યું
Posted On:
10 OCT 2024 1:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લાઓ રામાયણના એક એપિસોડના સાક્ષી બન્યા – જેને ફલક ફલમ અથવા ફ્રા લક ફ્રા રામ કહેવામાં આવે છે – જેને લુઆંગ પ્રબાંગના પ્રતિષ્ઠિત રોયલ થિયેટર દ્વારા રજૂ કરાયું હતું. લાઓસમાં રામાયણનું આયોજન યથાવત છે, અને આ મહાકાવ્ય બંને દેશો વચ્ચે વહેંચાયેલ વારસો અને વર્ષો જૂની સંસ્કૃતિના જોડાણને પ્રતિબિંબિત કરે છે. લાઓસમાં સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના અનેક પાસાઓ પ્રેક્ટિસ અને સાચવવામાં આવ્યા છે. બંને દેશો તેમના સહિયારા વારસાને પ્રકાશિત કરવા માટે મળીને કામ કરી રહ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ લાઓસમાં વટ ફો મંદિર અને સંબંધિત સ્મારકોને પુનઃસ્થાપિત કરવામાં સામેલ છે. આ પ્રસંગે ગૃહ મંત્રી, શિક્ષણ અને રમતગમત મંત્રી, બેંક ઓફ લાઓ પીડીઆરના ગવર્નર અને વિએન્ટિયનના મેયર સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
રામાયણ પર્ફોર્મન્સ પહેલાં, પ્રધાનમંત્રી લાઓ પીડીઆરની સેન્ટ્રલ બૌદ્ધ ફેલોશિપ ઓર્ગેનાઈઝેશનના વરિષ્ઠ બૌદ્ધ સાધુઓ દ્વારા આયોજિત આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો, જેનું નેતૃત્વ વિયેન્ટિઆનમાં સી સાકેત મંદિરના આદરણીય મઠાધિપતિ મહાવેથ મસેનાઈએ કર્યું. બૌદ્ધ વારસો ભારત અને લાઓસ વચ્ચેના ગાઢ સભ્યતાના બંધનોના બીજા પાસાને રજૂ કરે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2063781)
Visitor Counter : 81
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam