રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતના રાષ્ટ્રપતિએ મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના 32મા દીક્ષાંત સમારોહમાં સંબોધિત કર્યું

Posted On: 03 OCT 2024 1:56PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ​​(3 ઓક્ટોબર, 2024) રાજસ્થાનના ઉદયપુર ખાતે મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના 32માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઝડપી પરિવર્તનનો સમય છે, જે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ થઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા "વિદ્યાર્થીની ભાવના" જાળવી રાખવાની સલાહ આપી. તેમણે કહ્યું કે સતત મહેનત અને સમર્પણ તેમને જીવનભર મદદ કરશે.

રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને તેમની મહત્વાકાંક્ષા અને સામાજિક સંવેદનશીલતાને સંતુલિત કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સંવેદનશીલતા એ કુદરતી ગુણ છે. કેટલાક લોકો પોતાની આજુબાજુ, શિક્ષણ અને મૂલ્યોમાં પ્રવર્તતા કારણોને લીધે આંધળા સ્વાર્થનો માર્ગ અપનાવે છે. તેમણે વધુમાં કહ્યું કે અન્ય લોકોનું ભલું કરવાથી જ આપણું કલ્યાણ થાય છે.

રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો કે એવું કોઈ કામ ન કરો કે જેનાથી તેમના ચારિત્ર્યમાં કલંક આવે. તેમણે કહ્યું કે ઉચ્ચ નૈતિક મૂલ્યો તેમના વર્તન અને કાર્યશૈલીનો એક ભાગ હોવા જોઈએ. તેમના જીવનના દરેક પાસામાં પ્રામાણિકતા હોવી જોઈએ. તેમની દરેક ક્રિયા ન્યાયી અને નૈતિક હોવી જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષણ એ સશક્તિકરણનું શ્રેષ્ઠ માધ્યમ છે. મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી છ દાયકા કરતાં વધુ સમયથી ઉચ્ચ શિક્ષણ આપી રહી છે તે જાણીને તેમને આનંદ થયો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એસસી અને એસટી સમુદાયના છે. તેમણે કહ્યું કે સમાવિષ્ટ શિક્ષણ દ્વારા સામાજિક ન્યાય તરફ આ એક મહત્વપૂર્ણ યોગદાન છે.

મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીએ ઘણા ગામોને દત્તક લીધા છે અને વિદ્યાર્થીઓને ગામડાના વિકાસમાં સામેલ કર્યા છે તેની નોંધ લેતા રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે તેની સામાજિક જવાબદારી પ્રત્યે યુનિવર્સિટીના સભાન વલણની પ્રશંસા કરી.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે અહીં ક્લિક કરો -

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2061490) Visitor Counter : 38