સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પોસ્ટ વિભાગના તમામ પોસ્ટલ સર્કલમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી

Posted On: 30 AUG 2024 10:27AM by PIB Ahmedabad

પોસ્ટ વિભાગે ગુરુવારે દેશભરમાં ઉત્સાહ અને એકતા સાથે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરી. પોસ્ટલ વિભાગે દેશભરમાં રમતગમતના અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું. કર્મચારીઓએ વોલીબોલ, કેરમ, ચેસ અને રસ્સા ખેંચ અને પ્લેન્ક હરીફાઈ જેવા મનોરંજક પડકારો સહિત વિવિધ આઉટડોર અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટ્સનો હેતુ સહાનુભૂતિ, ટીમ વર્ક અને સર્વસમાવેશકતાની ભાવનાને ઉત્તેજન આપવાનો હતો, જે મજબૂત રમતગમત અને ફિટનેસ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિભાગની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે તાલમેળ ગોઠવતા દેશભરના ટપાલ કર્મચારીઓએ ફિટ ઈન્ડિયાની પ્રતિજ્ઞા લીધી, આરોગ્ય અને શારીરિક પ્રવૃત્તિ પ્રત્યેના તેમના સમર્પણ પર ભાર મૂક્યો. આ પહેલ તેના કર્મચારીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાના વિભાગના વ્યાપક પ્રયાસોમાંથી એક છે.

પોસ્ટ વિભાગ દ્વારા રમતગમતને ટેકો આપવાના અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સહભાગિતાને સમર્થન આપવાની પરંપરા લાંબા સમયથી જોવા મળે છે.

પોતાના કર્મચારીઓ વચ્ચે રમતગમતને પ્રોત્સાહન આપવા ઉપરાંત, પોસ્ટ વિભાગે ફિલેટલી દ્વારા ભારતના રમતગમતના વારસાને ઉજવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વિભાગે ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને રમતગમતની દિગ્ગજ વ્યક્તિ સહિતની થીમ પર અસંખ્ય સ્મારક સ્ટેમ્પ બહાર પાડ્યા છે, જે રાષ્ટ્રના રમતવીરોને વધુ પ્રેરણા આપે છે.

પોસ્ટ વિભાગ એ તમામ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરે છે જેમણે રાષ્ટ્રીય રમતગમત દિવસ 2024ની સફળતામાં ભાગ લીધો અને યોગદાન આપ્યું.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2050002) Visitor Counter : 41