ભારતીય સ્પર્ધા પંચ
azadi ka amrit mahotsav g20-india-2023

સીસીઆઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ), વાયકોમ18, ડિજિટલ18 મીડિયા લિમિટેડ, સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એસઆઇપીએલ) અને સ્ટાર ટેલિવિઝન પ્રોડક્શન્સ લિમિટેડ (એસટીપીએલ) સહિત કોમ્બિનેશનને મંજૂરી આપી


Posted On: 28 AUG 2024 6:34PM by PIB Ahmedabad

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ સ્વૈચ્છિક સુધારાના પાલનને આધિન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ), વાયકોમ18 મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (વાયકોમ18), ડિજિટલ18 મીડિયા લિમિટેડ, સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એસઆઇપીએલ) અને સ્ટાર ટેલિવિઝન પ્રોડક્શન્સ લિમિટેડ (એસટીપીએલ) સાથે સંકળાયેલા સૂચિત સંયોજનને મંજૂરી આપી દીધી છે.

સૂચિત સંયોજન વાયકોમ 18ના મનોરંજન વ્યવસાયો (અન્ય ઓળખાયેલ વ્યવસાયો સાથે)ને જોડવાની પરિકલ્પના કરે છે, જે RIL જૂથનો ભાગ છે અને SIPL, જે સંપૂર્ણ રીતે ધ વોલ્ટ ડિઝની કંપની (TWDC)ની માલિકી અંતર્ગત છે. ટ્રાન્ઝેક્શનના પરિણામે, SIPL, હાલમાં તેની પેટાકંપનીઓ દ્વારા TWDCની સંપૂર્ણ માલિકીની એન્ટિટી, સંયુક્ત સાહસ (JV) બનશે જે RIL, Viacom18 અને હાલની TWDC પેટાકંપનીઓ દ્વારા સંયુક્ત રીતે રાખવામાં આવશે.

આરઆઇએલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓઇલ અને ગેસના સંશોધન અને ઉત્પાદન જેવા અનેક વ્યવસાયો સાથે સંકળાયેલી છે. પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટિંગ; પેટ્રોરસાયણ પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ; રસાયણોનું ઉત્પાદન અને વેચાણ; સંગઠિત રિટેલ; મીડિયા અને મનોરંજનની પ્રવૃત્તિઓ; અને ભારત અને વિશ્વભરમાં ટેલિકમ્યુનિકેશન અને ડિજિટલ સેવાઓનો સમાવેશ થાય છે.

વાયકોમ18 અન્ય બાબતો ઉપરાંત, ટેલિવિઝન (ટીવી) ચેનલોના પ્રસારણ, ઓટીટી પ્લેટફોર્મની કામગીરી, ટીવી ચેનલો પર વ્યાવસાયિક જાહેરાતની જગ્યા વેચવા, ચીજવસ્તુઓનું લાઇસન્સ અને ભારત અને વિશ્વભરમાં લાઇવ ઇવેન્ટ્સના આયોજનના વ્યવસાયમાં સંકળાયેલું છે. વાયકોમ ૧૮ મોશન પિક્ચર્સના ઉત્પાદન અને વિતરણના વ્યવસાયમાં પણ સંકળાયેલું છે.

એસઆઈપીએલ ટીવી બ્રોડકાસ્ટિંગ અને એવી કન્ટેન્ટ અને મોશન પિક્ચર્સનું નિર્માણ, ઓટીટી પ્લેટફોર્મનું સંચાલન અને ટીવી ચેનલો અને ઓટીટી પ્લેટફોર્મ પર કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ સ્પેસ વેચવા સહિતની અનેક મીડિયા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. એસઆઈપીએલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટીડબલ્યુડીસીની સંપૂર્ણ માલિકીની કંપની છે.

એસટીપીએલ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં સ્થપાયેલી અને આડકતરી રીતે ટીડબલ્યુડીસીની માલિકીની કંપની છે.

કમિશને સ્વૈચ્છિક ફેરફારોના પાલનને આધિન સૂચિત સંયોજનને મંજૂરી આપી હતી.

સીસીઆઈનો વિસ્તૃત આદેશ અનુસરશે.

AP/GP/JD



(Release ID: 2049562) Visitor Counter : 76