પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેન સાથે વાત કરી
પ્રધાનમંત્રીએ ભારત-યુએસ ભાગીદારી પ્રત્યે રાષ્ટ્રપતિ બાઈડેનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી
નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત-યુએસ ભાગીદારીનો ઉદ્દેશ્ય બંને દેશોના લોકોને તેમજ સમગ્ર માનવતાને લાભ આપવાનો છે
તેઓએ યુક્રેનની સ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી
પીએમએ રાષ્ટ્રપતિ બાઈડેનને તેમની યુક્રેનની તાજેતરની મુલાકાત વિશે માહિતી આપી
પીએમએ શાંતિ અને સ્થિરતાની વહેલી વાપસી માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો
બંને નેતાઓએ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની પુનઃસ્થાપના અને લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો
તેઓએ ક્વાડ સહિત બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
Posted On:
26 AUG 2024 10:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે અમેરિકાનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બાઈડેનનો ફોન આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બાઈડેનની ભારત-અમેરિકા વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની ઊંડી પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી, જે લોકશાહીના સહિયારા મૂલ્યો, કાયદાનું શાસન અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાની ભાગીદારીનો ઉદ્દેશ બંને દેશોનાં લોકોને તેમજ સંપૂર્ણ માનવતાને લાભ પહોંચાડવાનો છે.
બંને નેતાઓએ અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.
યૂક્રેનની સ્થિતિ પર ચર્ચા કરતા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેનને તેમની તાજેતરની યુક્રેન યાત્રા વિશે જાણકારી આપી હતી. તેમણે સંવાદ અને મુત્સદ્દીગીરીની તરફેણમાં ભારતની સુસંગત સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો તથા શાંતિ અને સ્થિરતાને વહેલાસર પરત લાવવા માટે સંપૂર્ણ ટેકો વ્યક્ત કર્યો હતો.
બંને નેતાઓએ બાંગ્લાદેશની સ્થિતિ પર પોતાની સહિયારી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થાની પુનઃસ્થાપના કરવા તથા બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ ક્વાડ સહિત બહુપક્ષીય ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેઓ સંપર્કમાં રહેવા સંમત થયા.
AP/GP/JD
(Release ID: 2048971)
Visitor Counter : 138
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam