મંત્રીમંડળ

મંત્રીમંડળે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની ‘વિજ્ઞાન ધારા’ યોજનાને મંજૂરી આપી

Posted On: 24 AUG 2024 7:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ની ‘વિજ્ઞાન ધારા’ નામની એકીકૃત કેન્દ્રીય ક્ષેત્રની યોજનામાં મર્જ કરીને ત્રણ છત્ર યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

આ યોજનામાં ત્રણ વ્યાપક ઘટકો છે:

  1. વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) સંસ્થાકીય અને માનવ ક્ષમતા નિર્માણ,
  2. સંશોધન અને વિકાસ અને
  3. નવીનતા, ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ડિપ્લોઈમેન્ટ.

2021-22થી 2025-26 સુધીના 15મા નાણાપંચના સમયગાળા દરમિયાન એકીકૃત યોજના 'વિજ્ઞાન ધારા'ના અમલીકરણ માટે સૂચિત ખર્ચ રૂ.10,579.84 કરોડ છે.

યોજનાઓનું એક જ યોજનામાં વિલીનીકરણ ભંડોળના ઉપયોગમાં કાર્યક્ષમતા વધારશે અને પેટા-યોજના/કાર્યક્રમો વચ્ચે સુમેળ સ્થાપિત કરશે.

'વિજ્ઞાન ધારા' યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ દેશમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે S&T ક્ષમતા નિર્માણ તેમજ સંશોધન, નવીનતા અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાના અમલીકરણથી શૈક્ષણિક સંસ્થાઓમાં સુસજ્જ R&D લેબને પ્રોત્સાહન આપીને દેશના S&T ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે.

આ યોજના આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ દ્વારા આંતરરાષ્ટ્રિય મેગા સવલતોની ઍક્સેસ સાથે મૂળભૂત સંશોધન, ટકાઉ ઊર્જા, પાણી વગેરેમાં અનુવાદાત્મક સંશોધન અને સહયોગી સંશોધન જેવા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. તે વિજ્ઞાન અને ટેક્નોલોજીના લેન્ડસ્કેપને મજબૂત કરવા અને ફુલ-ટાઇમ ઇક્વિવેલેન્ટ (FTE) સંશોધકોની સંખ્યાને સુધારવા માટે દેશના R&D આધારને વિસ્તૃત કરવા માટે મહત્વપૂર્ણ માનવ સંસાધન પૂલના નિર્માણમાં પણ યોગદાન આપશે. વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન (STI)માં લિંગ સમાનતા લાવવાના અંતિમ ધ્યેય સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી (S&T) ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કેન્દ્રિત હસ્તક્ષેપ હાથ ધરવામાં આવશે. આ યોજના શાળા સ્તરથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી અને લક્ષિત હસ્તક્ષેપો દ્વારા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે તમામ સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયત્નોને મજબૂત બનાવશે. શિક્ષણવિદો, સરકાર અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે નોંધપાત્ર સમર્થન આપવામાં આવશે.

 

'વિજ્ઞાન ધારા' યોજના હેઠળ પ્રસ્તાવિત તમામ કાર્યક્રમો વિકસીત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે DSTના 5-વર્ષના ધ્યેયો સાથે સંરેખિત હશે. યોજનાના સંશોધન અને વિકાસ ઘટક અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સાથે સુસંગત રહેશે. (ANRF). આ યોજનાનું અમલીકરણ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સંરેખિત રહીને વૈશ્વિક સ્તરે પ્રચલિત માપદંડોને અનુસરશે.

 

પૃષ્ઠભૂમિ:

 

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) દેશમાં S&T પ્રવૃત્તિઓના આયોજન, સંકલન અને પ્રોત્સાહન માટે નોડલ વિભાગ તરીકે કામ કરે છે. દેશમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન (STI) ને પ્રોત્સાહન આપવા માટે DST દ્વારા ત્રણ કેન્દ્રીય ક્ષેત્રની છત્ર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. (i) વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) સંસ્થાકીય અને માનવ ક્ષમતા નિર્માણ, (ii) સંશોધન અને વિકાસ અને (iii) નવીનતા, ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ડિપ્લોઈમેન્ટ. આ ત્રણેય યોજનાઓને એકીકૃત યોજના 'વિજ્ઞાન ધારા'માં મર્જ કરવામાં આવી છે.

AP/GP/JD



(Release ID: 2048601) Visitor Counter : 53